ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં ASI એ એક નેતા અંગે સોશિયલ મીડિયામાં ટિપ્પણી મૂકવા મામલે રાતોરાત તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોસ્ટ મૂકવાના ગણતરીના કલાકોમાં જ ASI ને સસ્પેન્ડનો ફોન આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ASI એ બે દિવસ પહેલા પોસ્ટ કરી હતી
રાજકોટ કુવાડવા પોલીસ મથકના ASI હિતેન્દ્રસિંહ ઝાલાએ તાજેતરમાં એક પોસ્ટ મૂકી હતી કે, ‘આજ એક નેતાને તેની અસલિયત બતાવી તો મને બદલીની ધમકી આપી કે, એવી જગ્યાએ બદલી કરીશ કે પાણી નહીં મળે, એ મને ચાર વર્ષથી હેરાન કરે છે, વગર વાંકે મારી બદલીઓ કરાવે છે, જ્યારે એનો ઇતિહાસ વિવાદોથી ખરડાયેલો છે, છતાં મને ધમકીઓ આપે છે, પણ મારી તૈયારી છે, ઝૂકેગા નહીં સાલા, મારો વાંક એટલો જ હતો કે તેના બનેવીને ત્યાં જુગારની રેડ કરી હતી, લુખ્ખો સાલો, મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે, હું લડીશ ઝૂકીશ નહી, હું ઝૂકીશ નહિ.’ 


ત્યારે આ પોસ્ટ મૂકાતા જ વિવાદ થયો હતો. વિવાદ થતા ગણતરીના કલાકોમાં ASI એ પોસ્ટ ડિલીટ કરી હતી. સમગ્ર મામલો પોલીસ કમિશનર સુધી પહોંચયો હતો. પોલીસ કમિશનર અને ડીસીપીએ ASI હિતેન્દ્રસિંહ ઝાલાનું નિવેદન લીધુ હતુ. જેના બાદ ગત રાતે તેમને સસ્પેન્ડ કરાયા હતા.