રક્ષિત પંડ્યા/રાજકોટ: રાજકોટએ નશીલા પદાર્થોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં ગાંજાનો રેકોર્ડ બ્રેક જથ્થો ઝડપાયા બાદ આજે મોફરીન નામનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. પોલીસનાં કહેવા પ્રમાણે આ જથ્થાની કિંમત 22 લાખ 33 હજાર છે. રફિક ઇબ્રાહિમ બેલીમ અને તેની માતા જુબેદા ઇબ્રાહિમ બેલીમ માતા પુત્ર પર ડ્રગ્સનું રેકેટ ચલાવાનો આરોપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, જંગલેશ્વર વિસ્તારમાં રહેતો રફિક અને તેની માતા ડ્રગ્સનો જથ્થો લઇને જંગલેશ્વર વિસ્તારમાં જઇ રહ્યો છે. જેને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. રફિક એક્ટીવા પર પસાર થતા પોલીસે તેને અટકાવ્યો હતો અને ઝડતી લીધી હતી. જેમાં તેની એક્ટીવાની ડેકીમાંથી શંકાસ્પદ પાવડર મળી આવ્યો હતો. પોલીસે એફ.એસ.એલની મદદથી તપાસ કરતા આ પાવડર નારકોટીક માદક પદાર્થ હેરોઇનનો ઘટક મોરફીન હોવાનું સામે  આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી રૂપીયા 22 લાખ 33 હજારની કિંમતનો 223.370 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો.


અમદાવાદ: પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને છેતરપીંડી, સાયબર ક્રાઇમે કર્યો પર્દાફાશ


કેવી રીતે ચલાવતા ડ્રગ્સનું રેકટ ?
પોલીસનાં કહેવા મુજબ, આરોપી રફિકે 1997ની સાલમાં ગોંડલમાં એસ.ટી બસનાં કંડકટરની હત્યા કરી હતી. જે કેસમાં 21 વર્ષની જેલની સજા પડી હતી. 5 મહિના પહેલા જ આરોપી રફિક જેલમાંથી સજા ભોગવીને મુક્ત થયો છે. ત્યારે આરોપી હાઇફાઇ લાઇફ જીવતા અને કોલેજીયનોનાં સંપર્કમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં આરોપી ડ્રગ્સની પડીકી બનાવીને વેંચતો હતો. જેની કિંમત આશરે 10 હજાર જેવી રાખવામાં આવતી હતી. આરોપી રફિકની માતા જુબેદા પણ અગાઉ પ્રોહિબીશનનાં ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકી છે. ત્યારે પોલીસે બન્ને માતા-પુત્રની વધુ પુછપરછ શરૂ કરી છે.


હાર્દિક પટેલ ચૂંટણી પ્રચાર માટે ઉડશે, કોંગ્રેસે આપ્યું ચાર્ટર પ્લેન


રાજકોટનાં જંગલેશ્વર વિસ્તારમાંથી તાજેતરમાં જ પોલીસે લાખો રૂપીયાનો ગાંજો ઝડપી પાડ્યો હતો. હવે તેજ વિસ્તારમાંથી ફરી એક વખત ડ્રગ્સનું રેકેટ ઝડપાયું છે. ત્યારે જંગલેશ્વર વિસ્તારમાં આ પ્રકારનાં નશાનાં કારોબાર ચાલતા હોવાનું અનેક વખત સામે આવ્યું છે. પરંતુ પોલીસ તપાસમાં કોઇ મોટું રેકેટ સામે આવતું નથી. જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ અનેક થતી હોવાની માહિતી ગુજરાત સ્ટેટ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા આપવામાં આવી હતી. રાજકોટ શહેરમાં હેરોઇન જેવા ડ્રગ્સનું રેકેટ ચાલતું ઝડપાયું છે. હવે આ કેસમાં કેટલા લોકોની સંડોવણી છે અને ક્યાંથી આ ડ્રગ્સ લઇ આવ્યા હતા તે દીશામાં પોલીસ તપાસ કરી રહી છે.