Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટ શહેર હરવા-ફરવા તેમજ મોજ-શોખ માટે રાજ્યભરમાં જાણીતું છે. એટલે જ તો તેને રંગીલુ રાજકોટ કહેવામાં આવે છે. પરંતુ આ રંગીલુ રાજકોટ છેલ્લા થોડા દિવસથી રક્તરંજિત બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ગુનેગારોને પોલીસનો ખોફ રહ્યો નથી અને કાયદો વ્યવસ્થાની એસી કી તેસી કરીને સામાન્ય વાતમાં હત્યા કરવામાં એક સેકન્ડ પણ વિચારતા નથી. ત્યારે ગઈકાલે  એક જ દિવસમાં બે હત્યા મળી કુલ એક સપ્તાહમાં પાંચ હત્યાના બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે અને પોલીસ કામગીરી પર પણ સવાલ પણ ઉઠ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતાના પ્રેમનો ભાંડો ફૂટતા પુત્ર અને કાકાએ પ્રેમીની સરા જાહેરમાં હત્યા નીપજાવી
ગઈકાલે બપોરે મહાકાળી ચોક નજીક સલીમ ઓડિયા નામના યુવક પર બે શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.જેમાં છાતીના ભાગે છરી લાગી જતા સલીમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જેથી સ્થાનિકો એકઠા થઇ જતા બંને હુમલાખોરો નાસી છૂટ્યા હતા. અને આ ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દોડી ગયા હતા. અને આ બનાવમાં સંડોવાયેલ આબિદની ધરપકડ કરતાં પ્રાથમિક તપાસમાં મૃતક સલીમ ઓડિયાને મહિલા સાથે આડાસંબંધ હોવાની જાણ તેના પુત્ર અને કાકાને થતાં સલીમ આ મહિલાને ભગાડી ગયો હતો. આ કારણે મહિલાના પુત્ર અને કાકાએ સલીમને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે સાંજના સમયે લોટરી બજાર પાસે ત્રણથી વધારે શખ્સોએ કોઈ કારણોસર સાજીદભાઈ અંતરિયા નામના આધેડ પર લાકડી, ધારીયા અને ધોકા વડે આડેધડ માર માર્યો હતો. જેમાં ગંભીર ઇજાને પગલે સાજીદભાઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે તેમને બચાવવા માટે વચ્ચે પડેલો ભત્રીજો ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં બે હત્યાના બનાવ બનતા સમગ્ર શહેરમાં ભયનો માહોલ છવાયો હતો.


પાટીદાર યુવકોના મનની પીડા : ભગવાન કા દિયા સબ કુછ હૈ, બંગલા હૈ ગાડી હૈ.. પર બીવી નહિ


છેલ્લા એક સપ્તાહમાં હત્યાના પાંચ બનાવ
ગઈકાલે એક જ દિવસમાં હત્યાના બે બનાવ બન્યા હતા. જેમાં માતાના પ્રેમનો ભાંડો ફૂટતા પુત્ર અને કાકાએ મળી પ્રેમીની જાહેરમાં હત્યા કરી હતી ત્યારે બીજા બનાવમાં સામાન્ય બોલાચાલીમાં ત્રણ શખ્સોએ ધોકા અને ધારયા વડે હુમલો કરી આઘેડને મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે ગત શનિવારના રોજ સાંજના સમયે વૃદ્ધાને તેના જ ઘરમાં ગળું દબાવી હત્યા નીપજાવી દીધી હતી.તેમજ 5માર્ચના રોજ હુડકો પોલીસ સ્ટેશન પાસે એક મિત્રએ દારૂના નશામાં બીજા મિત્રને માથામાં લોખંડનો દસ્તો મારતા તે ગંભીર રીતે ઇજા પહોંચતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ગત શનિવારના રોજ તેનું મૃત્યુ થયું હતું.


ધોરણ-10 માં નાપાસ થતા વિદ્યાર્થીઓના એડમિશન માટે મોટો નિર્ણય લેવાયો


૨૦ દિવસ પહેલા સાત ટૂકડામાં મળેલ યુવતીના મૃતદેહની હજુ પણ ઓળખ નથી થઈ
રાજકોટ પાસે આવેલ લાલપરી નદી પાસે મૃતદેહ હોવાની જાણ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાંથી પોલીસને બે બેગ મળ્યા હતા જેમાં યુવતીના શરીરના સાત ટુકડા કરવામાં આવ્યા હતા અને તે સાત ટુકડાને બે બેગમાં રાખવામાં આવ્યા હતા. પોલીસે આ સાત ટુકડા ભેગા કરી ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને મોકલી આપ્યો હતો. ફોરેન્સિક પીએમમાં બહાર આવ્યું હતું કે યુવતીની ઉંમર 17 થી 21 વર્ષની છે જેથી રાજકોટ પોલીસે નજીકના તમામ જિલ્લાઓમાં 17 થી લઇ 21 વર્ષની સુધી તમામ મિસિંગ યુવતીઓની યાદી મંગાવી લીધી હતી તેમજ ઘટના સ્થળે યુવતીના મૃતદેહ જે બે બેગમાંથી મળ્યા હતા. તેમાં ચાર જેટલા તાવીદ પણ હતા જેથી પોલીસે ચોટીલા સહિત તમામ ધાર્મિક સ્થળોએ તપાસ કરી હતી અને આ યુવતીની ઓળખ માટે પોલીસે અત્યાર સુધીમાં ચાર ટીમ બનાવી છે પરંતુ આ ઘટનાના ૨૦દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી રાજકોટ પોલીસને યુવતીની ઓળખ કે હત્યારો મળ્યો નથી.


વેરાવળના દરિયાકાંઠે બનેલા સોમનાથ મંદિરનો આજે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ


અધિકારીઓ વચ્ચેના મતભેદમાં ગુનેગારોને મોકળું મેદાન
એક સમયે જ્યારે રાજકોટના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત હતા ત્યારે તેઓ રાજકોટના તમામ નામચીન ગુનેગારોના ઘરે મોડી રાત્રે પોલીસની ટીમ લઈને જતા હતા અને ગુનેગારોને ચેતવણી આપતા હતા કે "સુધરી જજો નહિતર તમારી ખેર નથી" તેમની આ થિયરીના લીધે રાજકોટમાં ગુનેગારીનો આંક નહિવત જેવો થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસ કમિશનર તરીકે મનોજ અગ્રવાલ આવ્યા તો તેમને ગુનેગારીનું પ્રમાણ ઘટાડવા માટે તમામ પોલીસ સ્ટેશનને ફરીયાદ ન નોંધવા માટે સૂચના આપી હતી અને માત્ર અરજી લઈને જ કામ ચલાવવામાં આવતું હતું. તેમની આ થિયરીના લીધે ગુનેગારીનું પ્રમાણ આંકડામાં ઘટ્યું હતું પરંતુ વાસ્તવિકતામાં ખૂબ જ વધ્યું હતું અને કમિશન કાંડમાં તેમની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ શહેરના પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવે ચાર્જ સંભાળ્યો હતો. પરંતુ તેમને ચાર્જ સંભાળતા જ અધિકારીઓની પોસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જેના લીધે દરેક અધિકારીઓ પોતપોતાની રીતે સ્ટાફને અલગ સુચના આપતા હોય છે ક્યારેક એક અધિકારીની સુચનાથી બીજા અધિકારીનો ઈગો પણ ધવાય છે અને છેવટે નીચલો સ્ટાફ તેની કામગીરી યોગ્ય અને પ્રમાણિક રીતે કરી શકતો નથી. જેનો લાભ ગુનેગારો ખૂબ જ સારી રીતે લઈ રહ્યા છે. તેથી જ ગુનેગારીનું પ્રમાણ ખૂબ જ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે.


ગુજરાત ATSએ લીધી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી, આજે નલિયા કોર્ટમાં રજૂ કરાશે