• રાજકોટના ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા સહિત કુલ 90 પોલીસ કર્મીઓને કોરોના સંક્રમિત થયા

  • 24 કલાક બાદ પણ કોરોનાના પોઝિટિવ દર્દી ક્યાં છે તેની ભાળ તેના પરિવારજનોને મળી નથી રહી


ગૈૌરવ દવે/રાજકોટ :રાજકોટ હવે મીની વુહાન જેવુ બની ગયું છે. કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની ગઈ છે. બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ 250 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલે રાજકોટ શહેરમાં 405 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો આજ સુધીના 22886 કુલ પોઝિટિવ કેસ રાજકોટના ચોપડે નોંધાયેલા છે. ત્યારે વધતા જતા કોરોના સંક્રમણને કારણે રાજકોટ કલેક્ટરે આદેશ કર્યો છે કે, આગામી 30 તારીખ સુધી તમામ જનસેવા કેન્દ્ર તેમજ પૂરવઠાની ચારેય ઝોનલ કચેરી બંધ રાખવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટે રૂપાણી સરકારને ખખડાવીને કહ્યું, જાહેર કાર્યક્રમો બંધ કરાવો, લગ્ન-મરણ પ્રસંગને લઈને કરી મોટી વાત


રાજકોટમાં 90 પોલીસ કર્મી કોરોના સંક્રમિત 
રાજકોટની પરિસ્થિતિ વણસી છે તે પોલીસ સ્ટેશનમાં વધી રહેલા કોરોના કેસ બતાવી રહ્યાં છે. રાજકોટના ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા સહિત કુલ 90 પોલીસ કર્મીઓને કોરોના સંક્રમિત થયા છે. હાલ આ તમામને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. રાજકોટ કલેક્ટરના PA જીતેન્દ્ર કોટક અને તેનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મહેકમના કારકુન બકોતર કોરોના ગ્રસ્ત થયા છે. આ સાથે જ રાજકોટ કલેક્ટર ઓફિસમાં ફફડાટ ફેલાયો છે. 


તમારા ઘરમાં કોઈના લગ્ન લેવાયા છે તો હાઈકોર્ટે કરેલી આ સૂચના જરૂર જાણો 


દર્દી ક્યાં દાખલ છે તેનો જવાબ તંત્ર નથી આપતું 
આ વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. 24 કલાક બાદ પણ કોરોનાના પોઝિટિવ દર્દી ક્યાં છે તેની ભાળ તેના પરિવારજનોને મળી નથી રહી. પરિવારજનોનો આરોપ છે કે, સિવિલ હોસ્પિટલમાંથી સમરસ હોસ્પિટલમાં લઇ ગયા હોવાનો જવાબ મળે છે. સમરસ હોસ્ટેલમાંથી ગર્લ્સ અને બોયસ હોસ્ટેલમાં લઈ ગયા હોવાનો જવાબ અપાય છે. આમ, તંત્ર એક બીજા પર જવાબદારીનો ટોપલો ઢોળી રહ્યો છે, પણ દર્દી ક્યા દાખલ કરાય છે તેની પરિવારજનોને કોઈ માહિતી અપાતી નથી. એક પરિવાર 15 કલાકથી પોતાના સ્વજનને શોધી રહ્યું છે, ત્યારે આવા જવાબ મળી રહ્યાં છે. 


ઇન્જેક્શનની અછત નથી તો તેના માટે લોકોની લાંબી લાઈનો કેમ? HC નો સરકારને સવાલ


તો બીજી તરફ, રાજકોટમાં કોરોનાની ગંભીર સ્થિતિ બની છે. સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ બની છે. સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 42 દર્દીઓના મોત થયા છે. દર એક મિનિટે એમ્બ્યુલન્સમાં 1 મૃતદેહ સિવિલ હોસ્પિટલમાંથી બહાર નીકળી રહ્યો છે. બેડ ખૂટી પડતા રાજકોટ મનપા, વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના અન્ય વોર્ડને કોવિડ વોર્ડમાં ફેરવવા તજવીજ હાથ ધરાઈ છે. તો બીજી તરફ, મોતનો આંક વધતા 6 સ્મશાનમાં કોવિડ ગાઈડ લાઇન મુજબ અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી અપાઈ છે. 


વાલીઓનો સરકારને મૂંઝવતો સવાલ, જો ગાંધીનગરની ચૂંટણી મોકૂફ રહી શકે છે, તો બોર્ડની પરીક્ષા કેમ નહિ?