ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં શિક્ષણ જગતને લાંછનરૂપ વધુ એક ઘટના સામે આવી છે. શહેરના હરિ ઘવા રોડ પર આવેલી સરસ્વતી શૈક્ષણિક સંકુલના આચાર્યએ પોતાની ઓફિસમાં દરવાજો બંધ કરી ચાર-ચાર વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસમાં નોંધાઈ છે. લંપટ પ્રિન્સિપાલને સકંજામાં લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ લંપટ આચાર્ય રાજકોટ શહેર આમ આદમી પાર્ટીનો પ્રભારી હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સમાચાર વાંચ્યા કે નહીં! લોકોને બપોરે બહાર ના નીકળવા અપીલ, આવી કરાઈ છે ભયાનક આગાહી


  • રાજકોટમાં શિક્ષણજગતને શર્મસાર કરતી ઘટના..

  • ચાર-ચાર વિદ્યાર્થીનીઓ સાથે કર્યા અડપલાં..

  • લંપટ આચાર્ય પોલીસ સકંજામાં..


રોહન ગુપ્તાને કયા કોંગ્રેસી નેતાનો હતો ડર, કોણ કરતું હતું અપમાન? કોને ઉઠાવ્યા સવાલ


રાજકોટ પોલીસના જપતામાં રહેલા આ શખ્સનું નામ રાકેશ સોરઠીયા છે. રાકેશ સોરઠીયા પર આરોપ છે ચાર ચાર સગીર વિદ્યાર્થીઓનીઓ સાથે શારીરિક અડપલાં કરવાનો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, શહેરના હરિઘવા રોડ પર આવેલી શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ આવેલ છે અને આ સ્કૂલના આચાર્ય તરીકે રાકેશ સોરઠિયા ફરજ બજાવી રહ્યો છે. આ સ્કૂલ 8 વર્ષથી ચાલે છે. આ સ્કૂલમાં 42 વિદ્યાર્થીઓ RTE હેઠળ અભ્યાસ કરે છે. ગઈકાલે એક વિદ્યાર્થીનીના વાલી ભક્તિનગર પોલીસ સ્ટેશને આવીને સ્કૂલના આચાર્યએ દીકરી સાથે અડપલાં કર્યા હોવાની ફરિયાદ કરી હતી. જેથી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસમાં વધુ 3 વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું બન્યું હોવાનું સામે આવતા પોલીસે તેને સાક્ષી તરીકે ફરિયાદમાં લીધા હતા અને શાળાના આચાર્યે જ અડપલાં કરી જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. 


ઓ બાપરે! આમ તે કઈ હોય? 530000000 તોલા સોનું ગિરવે મૂકી પૈસા ઉપાડ્યા લોકોએ


પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, શાળામાં આચાર્ય રાકેશ વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવતો હતો અને દરવાજો બંધ કરી પછી અડપલાં કરતો હતો. હાથ પકડતો અને હગ કરવી છે તેવું જણાવી જાતીય સતામણી કરતો હતો. જોકે આ ઘટના પ્રકાશમાં આવતા વોર્ડ નં. 17ના ભાજપના કોર્પોરેટર વિનુભાઈ ઘવા મેદાનમાં આવ્યા હતા અને આ અગાઉ પણ તેને છેડતીઓ કરી હોવાનો આરોપ મુક્યો હતો. આમ આદમી પાર્ટીમાં હોવાથી વાલીઓ આ પ્રકારની વાત કરશે તો પાર્ટીના હોદ્દાના રૂહે તેને દબાવવાના પ્રયાસ પણ કરતો હતો. જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારી સ્કૂલનું લાઇસન્સ તાત્કાલિક અસર થી રદ્દ નહિ કરે તો દાદાગીરી કરી સ્કૂલ બંધ કરાવશું તેવું નિવેદન વિનુભાઈ ઘવાએ આપ્યું હતું.


Vastu Dosh: લસણના આ ટોટકા તમને બનાવી દેશે કરોડપતિ, નેગેટિવ એનર્જી ઉભી પૂંછડીયે ભાગશે


લંપટ આચાર્ય AAPનો શહેર પ્રભારી
આરોપી લંપટ આચાર્ય રાકેશ સોરઠિયા રાજકોટ શહેર આમ આદમી પાર્ટીનો પ્રભારી હોવાનું સામે આવ્યું છે. અગાઉ રાજકોટ શહેરના મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યો છે. તેમજ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 17 ચૂંટણી લડ્યો હતો


IPL રસિયાઓ માટે ખુશખબર; અમદાવાદ મેટ્રોનો સમય લંબાવાયો, સ્પેશિયલ ટિકિટ લોન્ચ


ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે આરોપી રાકેશ સોરઠિયાની ધરપકડ કરી લીધી છે અને IPC કલમ 354(ક), તેમજ પોક્સો એક્ટની કલમ 8 અને 10 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો આ લંપટ આચર્યનો અન્ય વિદ્યાર્થીની ભોગ બની હોઈ તો તેના પરિવારજનોએ ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે. પોલીસ તપાસમાં આરોપીએ બેશર્મ થઈને હાથ પકડવા થી લઈને કિસ સુધીની કબૂલાત આપી હતી. જોકે પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓની સામે વિદ્યાર્થીને કપડાં કાઢવાની સજા આપતો હતો. એક બાદ એક કરતૂતો સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં કેટલા નવા ખુલાસા કરે છે તે જોવું રહ્યું.