`મરી જઈશું! પણ ભીમનગર ખાલી નહીં કરીએ`! 700 કરોડની જમીન બિલ્ડરને આપવાનો તખતો તૈયાર
રાજકોટના નાનામવા રોડ પર આવેલા જય ભીમનગરની કરોડો રૂપિયાની જમીન બિલ્ડરને PPP ધોરણે આપવાનો નિર્ણય RMC દ્વારા લેવામાં આવ્યો છે. જેને લઈને વિરોધ શરૂ થયો છે. 40 વર્ષ થી વસવાટ કરતા સ્થાનિકોનું કહેવું છે
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના નાનામવા રોડ પર આવેલ ભીમનગરના રહેવાસીઓનો આજે RMC કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દેવાંગ દેસાઈ દ્વારા ભીમનગર વિસ્તારની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. RMC કચેરી ખાતે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો પહોંચ્યા હતા અને સુત્રોચાર કર્યા હતા. અંદાજીત 700 કરોડની જગ્યા જે.પી.કન્ટ્રક્શન બિલ્ડરને સોંપવા કવાયત હાથ ધરતા વિરોધનો શૂર ઉઠ્યો છે. ટેન્ડરમાં 103 કરોડના પ્રીમિયમમાં જમીન આપવા લેન્ડ ડિસ્પોઝલ કમિટીને સમક્ષ મુકવામાં આવ્યો છે.
કાળુ પડી જશે આકાશ! નવરાત્રિમાં હાથિયો અને ચિત્રા નક્ષત્રમાં મેઘો મચાવશે તોફાન
રાજકોટના નાનામવા રોડ પર આવેલા જય ભીમનગરની કરોડો રૂપિયાની જમીન બિલ્ડરને PPP ધોરણે આપવાનો નિર્ણય RMC દ્વારા લેવામાં આવ્યો છે. જેને લઈને વિરોધ શરૂ થયો છે. 40 વર્ષ થી વસવાટ કરતા સ્થાનિકોનું કહેવું છે કે, નાનામવા ગામ તળની જગ્યા હતી તે સમયે અહીં જય ભીમનગર પર લોકોએ વસવાટ કર્યો હતો. અહીં અંદાજીત 100 જેટલા મકાનો આવેલા છે. જે સૂચિત સોસાયટી હોવાથી સ્થાનિકો પાસે નાનામવા ગામની ટેક્સની પહોંચો અને RMCમાં ભળી ગયા પછી RMCની ટેક્સની પહોંચો છે. જેના પર સ્થાનિકોને ઘરમાં PGVCL દ્વારા લાઈટ આપવામાં આવી તેના બિલ પણ છે.
લખી લેજો! અંબાલાલે કહ્યું; 'ચણિયાચોળી-કેડિયા-કુર્તામાં મારવા પડશે ધુબાકા, નહીં છોડે
સ્થાનિકોનું કહેવું છે કે, બિલ્ડરને 700 કરોડની જગ્યા 103 કરોડમાં પધરાવી દેવાનું પ્લાન છે. કરોડો રૂપિયાની જગ્યા બિલ્ડરને આપવાને બદલે જંત્રી ભરી અમને મકાન કાયદેસર કરી દેવામાં આવે તેવી માંગ છે. રાજકોટના જે.પી. કન્ટ્રક્શન બિલ્ડરને જ દરેક PPP ધોરણે જમીનો આપી દેવામાં આવે છે તે શા માટે તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા.
એવા એક પિતાની કહાણી...સાંભળીને કરશો થૂં થૂં! 3-3 સંતાનો હોવા છતાં સગીરા સાથે પ્રેમ
નાનામવા રોડ જય ભીમનગરના સ્થાનિકોના વિરોધ મામલે મ્યુ.કમિશ્નર દેવાંગ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. દેવાંગ દેસાઈએ કહ્યું હતું કે, જય ભીમનગર સલ્મ વિસ્તારની જમીન PPP ધોરણે આપવા વિચારણા ચાલી રહી છે. અગાઉ આ મામલે ટેન્ડર રદ્દ થયું હતું, ફરી ટેન્ડર કરવામાં આવ્યું છે. PPP ધોરણે બિલ્ડરે ટેન્ડરમાં 103 કરોડની વેલ્યુએશન મુજબ ટેન્ડર ભર્યું છે. આ વિસ્તારનો કેસ હાઈકોર્ટમાં પણ ચાલતો હોવાથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સલ્મ વિસ્તારના લોકોને સરકારની યોજના મુજબ PPP ધોરણે સમાવેશ કરવામાં આવશે. 700 કરોડની જમીન છે તેવું બજારનું વેલ્યુએશન ચર્ચામાં છે. જોકે સરકારી ધારાધોરણ મુજબ કિંમત કાઢવામાં આવતી હોય છે. આ અંગે હજુ વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે.
DGVCLના વાયરમેને તો હદ કરી! 20થી 25 દિવસ યુવતી સાથે શરીરસુખ માણ્યું, પછી...
RMC કચેરીએ અનુ.જાતિના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે કરોડો રૂપિયાની લગડી જેવી જમીન બિલ્ડરને સોંપી PPP ધોરણે પધરાવી દેવાનો કારસો હોવાના આક્ષેપો લાગી રહ્યા છે. RMCના સાશકો વિરુદ્ધ આક્ષેપો થતા રાજકારણ ગરમાયું છે. શું હવે કરોડો રૂપિયાની જમીન માત્ર ટોકન દરે બિલ્ડરને આપવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું