Rajkot: માર્કેટ યાર્ડમાં ભાજપ ઉમેદવારોને આપશે મેન્ડેડ, ભાજપના જ બન્ને જૂથો પ્રદેશ પ્રમુખ પાટીલને શરણે !
કેવડિયા ખાતે મળેલી ભાજપ (BJP) ની કારોબારી બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં ભાજપ મેન્ડેડ આપશે તેવી જાહેરાત કરી હતી. આગામી સમયમાં રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાવાની છે.
ગૌરવ દવે/રાજકોટ : કેવડિયા ખાતે મળેલી ભાજપ (BJP) ની કારોબારી બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં ભાજપ મેન્ડેડ આપશે તેવી જાહેરાત કરી હતી. આગામી સમયમાં રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપના જ બે જૂથ માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈને સક્રિય થયા છે. ત્યારે ભાજપ (BJP) ના માર્કેટ યાર્ડ (Market Yard) ના ચેરમેન ડી.કે.સખિયા અને વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા જુથની સામે ધારાસભ્ય અરવિંદ રૈયાણી (Arvindbhai Raiyani) નું જુથ ચૂંટણી લડવાની તૈયારીઓ કરતા વાતાવરણ ગરમાયુ છે.
ગઈકાલે ભાજપ (BJP) ના સહકાર સંમેલનમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (C R Patil) ને ડી.કે સખીયા અને હરદેવસિંહ જાડેજાએ પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા. આગામી સમયમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી (Arvindbhai Raiyani ) પણ પોતાની રજૂઆત કરશે. ચૂંટણી બિન હરીફ થાય તે માટે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને ભાજપે જવાબદારી સોંપી છે.
આ ગુજરાતીની વાડીમાં 3 નહિ પણ 9 પર્ણ વાળા બિલ્વનું વૃક્ષ, સોમનાથને થાય છે અભિષેક
સખીયા જૂથ V/s રૈયાણી જૂથ
રાજકોટ (Rajkot) માર્કેટીંગ યાર્ડના હાલના ચેરમેન ડી.કે.સખિયા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી જૂથ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખુલીને આમને-સામને આવતા રાજકારણ ગરમાયુ છે. ડી.કે.સખીયાએ જણાવ્યું હતુ કે, સહકારીતા સંમેલનમાં મેં અને મારી ટીમમાંથી હરદેવસિંહ જાડેજા,નિતીન ઢાંકેચા,પરસોતમ સાવલિયા સહિતએ ભાગ લીધો હતો અને અમે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત કરી હતી.
બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણી અંગે ભાજપ મેન્ડેન્ટ આપશે જેથી અમે પાર્ટીને રજૂઆત કરી છે. તો બીજી તરફ ધારાસભ્ય અરવિંદ રૈયાણી (Arvindbhai Raiyani) એ જણાવ્યું હતુ કે, યાર્ડની ચૂંટણીની પ્રક્રીયા ટૂંક સમયમાં શરૂ થશે.પક્ષમાં દરેકને પોતાની રજૂઆત કરવાનો હક છે. અમે પણ અમારા ટેકેદારોને ટીકીટ આપવાની માંગ સાથે રજૂઆત કરશું. જોકે બન્ને જૂથે પક્ષ જે નિર્ણય કરશે તે માન્ય રાખીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સરધાર સહકારી મંડળીમાં બંન્ને જુથે કર્યું હતું શક્તિ પ્રદર્શન
તાજેતરમાં સરધાર સહકારી મંડળીની ચૂંટણીમાં બંન્ને જુથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આજ બંન્ને જૂથને કારણે ૩૦ વર્ષ થી બિન હરીફ ચૂંટાતી મંડળીમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. જેમાં હરદેવસિંહ જાડેજા અને નિતીન ઢાંકેચા જુથનો હાથ ઉપર રહ્યો હતો અને અરવિંદ રૈયાણી અને ચેતન પાણ પ્રેરિત પેનલની હાર થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube