ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) માં ભાજપ (BJP) નાં કોર્પોરેટર (Corporator) નાં પુત્રએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું છે. શહેરનાં મવડી રોડ બાપા સિતારામ ચોકનાં ગ્રીન પાર્ક-૧માં રહેતાં વોર્ડ નં. ૧૧ના ભાજપ (BJP) ના કોર્પોરેટર (Corporator)  વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ સોરઠીયાના પુત્ર વિશાલ સોરઠીયાએ ઘરના બાથરૂમમાં શાવર(ફૂવારા) સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા લેવાયો મોટો નિર્ણય, આ રૂટની બસો થઇ બંધ


પોલીસ (Police) માંથી મળતી માહિતી મુજબ, ગ્રીન પાર્ક-૧માં રહેતો વિશાલ સોરઠીયા સવારે ન્હાવા માટે બાથરૂમમાં ગયો હતો. પરંતુ મોડે સુધી બહાર ન આવતાં તેના મોટાભાઇએ દરવાજા ખખડાવ્યો હતો. બે વખત તેના નામનો અવાજ કર્યો હતો. પરંતુ જવાબ ન મળતાં કંઇક અજુગતુ બન્યાનું સમજી પુશ બટનવાળો દરવાજા ખુલ્લો જ હોઇ તે ખોલીને જાતાં તે શાવરમાં લટકતો જાવા મળ્યો હતો. ૧૦૮ના તબિબે વિશાલભાઇને તપાસીને નિષ્પ્રાણ જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

મોટો નિર્ણય: હવે રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરે પણ બજારો રહેશે બંધ


તાલુકા પોલીસ (Police) ની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત (Suicide) કરનાર વિશાલ ત્રણ બહેન અને બે ભાઇમાં બીજા હતો. તે મવડીમાં લોખંડનું કારખાનુ ધરાવતો હતો. તેને સંતાનમાં સવા વર્ષની દિકરી છે. તેણીના સસરા કોઠારીયા રોડની વિશ્રાંતિ સોસાયટીમાં રહે છે.

ટૂંક સમયમાં 12 રુટ પર વોટર ટેક્ષી અને 4 નવા રુટ પર રોપેક્સ સર્વિસ થશે શરૂ

પત્નિ હાલ પિયરે હોઇ તેને જાણ થતાં તે પણ ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં. જોકે આપઘાતનું કોઇ કારણ હાલ બહાર આવ્યું નથી. પરિવારજનો પણ હાલ કંઇ કારણ જાણતા નથી. અંતિમવિધી બાદ પોલીસ સ્વજનોના નિવેદનો નોંધી કારણ જાણવા તપાસ કરશે.


વિશાલભાઇ (Vishalbhai) ના પિતા વિનુભાઇ સોરઠીયા આ વર્ષે જ ભાજપના કોર્પોરેટર તરીકે વોર્ડ નં. ૧૧માંથી ચુંટાયા છે. યુવાન દિકરાના આ પગલાથી તેઓ તથા પરિવારના બીજા સભ્યો શોકમાં ગરક થઇ ગયા છે. બનાવની જાણ થતાં વિનુભાઇ સોરઠીયાના સગા સ્વજનો તેમજ વિસ્તારના ભાજપ આગેવાનો, બીજા કોર્પોરેટરો નિવાસસ્થાને અને હોસ્પિટલે પહોચી ગયા હતાં અને વિનુભાઇને દિલાસો પાઠવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube