રક્ષિત પંડ્યા/રાજકોટ: સતત વિવાદોમાં સપડાયેલા રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. આ ઓડિયો ક્લિપમાં તે પોતાની જ પાર્ટીને ગાળો બોલતા નજરે પડી રહ્યા છે. ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો ગાળો બોલતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ પણ ભાજપના આ ધારાસભ્ય અનેક વાર વિવાદમાં આવી ચૂક્યા છે. આ ઓડિયો ક્લિપમાં તે એક નાગરિકને તેની પાર્ટી વિશે અપશબ્દો બોલી રહ્યા છે. અને મારે પાર્ટીમાં રહેવુજ નથી એવા શબ્દો બોલી રહ્યા છે. અગાઉ પણ આવી રીતે અનેક વાર અરવિંદ રૈયાણી દ્વારા વિવિદો કરવામાં આવ્યા છે.


રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની ઓડિયો કલીપ થઈ વાયરલ, જુઓ પાર્ટીમાં રહેવા અંગે શું કહ્યું


આ મામલે ઓડિયો કલીપ અંગે ધારાસભ્ય અરવિંદ રૈયાણી સાથે ચર્ચા તેમણે જણાવ્યું કે, આ ઓડિયો ક્લિપ વર્ષ 2012નું છે. પક્ષ દ્વારા કોર્પોરેટર અને ત્યારબાદ ધારાસભ્ય બનાવ્યા હોવાથી તેમની પ્રગતિ ન જોઇ શકતા લોકો ઈર્ષાથી બદનામ કરવા કાવતરું રચાઇ રહ્યું છે. આ અગાઉ પણ તેમના ઓડિયો અને વીડિયો વાઇરલ કરી વિવાદ ઉભા કરવામાં આવતો હોવાનો ધરાસભ્ય દ્વારા દાવો કરવામાં આવ્યો છે.