Rajkot News : ગુજરાત ભાજપના એક નેતાના આક્ષેપક્ષી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આક્ષેપ મૂક્યો કે, ભાજપના એક સિનિયર નેતા મને રૂપિયા પરત નથી આપી રહ્યા. રામ મોકરિયાને ભાજપના સિનિયર નેતા રૂપિયા નથી આપી રહ્યાં. રામ મોકરિયાએ સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. તેઓએ લખ્યુ કે, અનેક વખત રૂપિયા પરત લેવા માટે મેં માંગણી કરી છે. અનેક વખત મધ્યસ્થીઓને કહ્યું, પરંતુ રૂપિયા નથી આપ્યા. મેં રૂપિયા આપ્યા છે તેના તમામ પુરાવા પણ છે. ભાજપના પીઢ નેતા છે અને હાલમાં નિવૃત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેઓએ સોશિયલ મીડિયા પર કરેલી એક કોમેન્ટથી હાલ ભાજપના મોવડીઓના પેટમાં તેલ રેડાયુ હશે. રામ મોકરિયાએ એક સિનિયર ભાજપી નેતા સામે આક્ષેપ કર્યો કે, ભાજપના એક જૂના અને સિનિયર નેતા મારા રૂપિયા પાછા આપી નથી રહ્યાં. તેમની નીતિ ખૂબ જ ખરાબ છે. મેં રૂપિયા આપ્યા તેના મારી પાસે પુરાવા છે. જરૂર જણાશે તો હું આવનારા દિવસોમાં વધુ પુરાવા સાથે ખુલાસા કરીશ.


અંબાલાલ પટેલની મોટી આગાહી : ચોમાસા પહેલા ગુજરાત પર મોટું સંકટ આવશે, દરિયા હચમચી જશે


તેમણે વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે, મને મારા રૂપિયા ભાજપના એક સિનીયર નેતા પરત આપી નથી રહ્યા. વર્ષ 2008 થી 2011 સુધીમાં વ્યવહારીક બાબતો અને હાથઉછીના પેટે અલગ-અલગ મોટી રકમ આપી છે, જે પરત આપવામાં નેતા આનાકાની કરી રહ્યા છે. અનેક વખત રૂપિયા પરત લેવા માટેની માગણી કરી, અનેક વખત મધ્યસ્થીઓને કહ્યું પરંતુ, રૂપિયા પરત આપતા નથી.


આહીર સમાજના આગેવાનનું મુંબઈની હોટલમાં મોત, શરીર પરથી સોનાના દાગીના ગાયબ


આ સિનિયર ભાજપી નેતા કોણ છે તે વિશે તેઓએ કહ્યું કે, તેઓ અબજોપતિ નેતા છએ.તેમની નીતિ અને નિયત બહુ જ ખરાબ છે. તેઓ 1980 થી રાજકારણમા છે. તેઓ ગુજરાતમાંથી નિવૃત્ત થઈ ગયા છે. હાલમાં રાજ્ય બહાર છે. 


આમ, રામ મોકરિયાના એક ભાજપી નેતા સામેના પ્રહારોથી જ પાર્ટીમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. આડકતરી રીતે તેઓએ પોતાના રૂપિયા પાછા મેળવવા માટે પક્ષ પાસેથી મદદ માંગી છે. 


ગુજરાતમાં હજી બે દિવસ વરસાદી તાંડવ : આ શહેરોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી