Rajkot News દિવ્યેશ જોશી/રાજકોટ : રાજકોટ શહેરમાં મંગળવારે રાત્રિના સમયે સરા જાહેર ફાયરિંગની ઘટના બની હતી. શહેર યુવા ભાજપ મંત્રી કરણ સોરઠીયા દ્વારા આ ફાયરિંગ કરાયો હોવાના આક્ષેપ થયા હતા. આ યુવા ભાજપ મંત્રી દ્વારા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. ચોંકાવનારી બાબત તો એ છે કે, ભાજપના યુવા નેતાએ જ્યા ફાયરિંગ કર્યુ, ત્યાં બાજુમાં જ પોલીસ સ્ટેશન હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


પ્રાપ્ત માહિતી અનુસાર, ભક્તિનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું જાહેર શૌચાલય તેનો કર્મચારી બંધ કરી રહ્યા હતા, ત્યારે શહેર યુવા ભાજપનો મંત્રી કરણ સોરઠિયા ત્યાં આવી ચડ્યો હતો અને સૌચાલયના કર્મચારી સાથે ઉગ્ર ચાલી કરવા લાગ્યો હતો. આ સમયે શૌચાલયની બાજુમાં જ આવેલી પાનની દુકાનના સંચાલક વનરાજભાઈ ચાવડા અને દેવરાજભાઈ સોનારાએ દરમિયાનગીરી કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કરણ સોરઠિયા ઉશ્કેરાયો હતો અને તેણે હવામાં બે રાઉન્ડ ફાયર કર્યા હતા. 


ગુજરાતીઓ માટે કેનેડા જવાનો રસ્તો સરળ થયો, સ્ટુડન્ટ વિઝા માટે આ ટેસ્ટ પણ માન્ય ગણાશ


જાહેરમાં હવામાં થયેલા ફાયરિંગની ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. તો બીજી તરફ ભક્તિનગર પોલીસ સ્ટેશનથી ખૂબ જ નજીક ગણાતા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. ઘટના બાદ પોલીસ પણ દોડી આવી હતી એને તમામ આરોપીઓની અટકાયત પણ કરી લીધી હતી. 


 


આરોપીઓ જે કારમાં હતા તે કાર પણ પોલીસે કબજે કરી હતી આ ઘટનામાં ભક્તિનગર પોલીસ ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ તપાસ કરાવી હતી. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત સુધી ડીસીપી ઝોન વન અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિતના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીનું પરવાનાવાળું હથિયાર પણ કબજે કર્યું હતું. જાહેર શૌચાલયોમાં રાત્રિના દારૂ પીવા સહિતની ગેરપ્રવૃતિ થતી હોવાતી રાત્રિના બંધ કરી દેવાના નિર્ણય સામે ભાજપ આગેવાન સોરઠિયાએ વિરોધ કરીને કાયદો હાથમાં લેતા વિસ્તારના લોકોએ તેના પર રોષ ઠાલવ્યો હતો.


વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસની પોલ ખૂલી, 35 ટિકિટ વેચી હોવાનો ખુલાસો