ગૌરવ દવે/રાજકોટ: શહેરમાં દિવાળી (Diwali) પૂર્વે સોની બજાર (Sony Market)ના વેપારીઓ સાથે છેતરપિંડી થયા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સોની બજારનો મેન્યુફેક્ચર (Manufacture) તેજસ ઉર્ફે બોબી રાણપરા (Bobby Ranpara) વેપારીઓનું 10 કિલો સોનુ લઇ નાસી છૂટ્યો હોવાનું પોલીસે (Police) જાણ થતા ચક્રો ગતિમાન કરી ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ સોની બજારમાં આવેલ નામાંકિત જવેલર્સ સહિત નાના મોટા વેપારીઓનું અંદાજે 10 કિલો જેટલું સોનુ બનાવવા માટે મેન્યુફેક્ચર તેજસ ઉર્ફે બોબી રાણપરા લઇ ગયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ બધા વેપારીઓ સાથે મળી પોલીસને જાણ કરી હતી. દિવાળી તહેવાર પૂર્વે વેપારીઓએ દાગીના બનાવવા માટે તેજસ ઉર્ફે બોબીને સોનુ આપ્યું હતું. જે પરત ન મળતા અને બોબીનો સંપર્ક ન થતા વેપારીઓ પોલીસ સમક્ષ રજુઆત કર ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક અસરથી પગલાં લઇ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે હકીકત બાતમીના આધારે આરોપી તેજસ ઉર્ફે બોબી રાણપરાને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


મકાઈ ખરીદીના કરોડોના કૌભાંડમાં વધુ એક ખુલાસો, અમોલ શેઠના રિમાન્ડ મંજૂર


પોલીસના જણાવ્યા મુજબ આરોપી તેજસ ઉર્ફે બોબીને દેવું થઇ જતા અને માસિક EMI ખર્ચ વધી જતાં સોનુ લઇ નાસી જવા પ્લાન કર્યો હતો. જેમાં તે પોતે અંદાજીત 10 કિલો જેટલું સોનુ જેની કિંમત આશરે 4 કરોડ 75 લાખ થાય છે. જે લઇ નાસી ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે આરોપી અગાઉ વર્ષ 2013-14માં પણ અમદાવાદ શહેર ખાતે આ જ પ્રકારે 2 કિલોગ્રામ સોનાની છેતરપિંડી ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જેમાં જેલમાંથી છૂટ્યા બાદ રાજકોટ આવી સોની કામ કરતો અને બાદમાં દેવું થતા રાજકોટમાં આ જ પ્રકારે અંદાજીત 10 કિલો સોનુ લઇ છેતરપિંડી આચરી છે. 


શુ છે આરોપીની મોડેસ ઓપરેન્ડી 
સોની બજારનો વેપાર કાચી ચીઠ્ઠીઓ ઉપર ચાલતો હોય છે. આ કામનો આરોપી છેલ્લા આઠ વર્ષથી રાજકોટમાં સોનાને લગતો ધંધો કરતો હોવાથી અને લેતીદેતીના વ્યવહારથી સારી રીતે વાકેફ હોવાથી વેપારીઓનો વિશ્વાસ કેળવી બજારમાં પોતાની સારી શાખ ઉભી કરી હતી. આરોપી વેપારીઓ પાસેથી ચોખ્ખુ સોનું કાચી ચીઠ્ઠીના આધારે મેળવી તેમાં ઓર્ડર મુજબ ફેરફાર કરી ઘરેણા બનાવીને વેપારીઓ પાસેથી લીધેલ ઓર્ડર મુજબનું સોનુ આશરે 8થી 10 દિવસમાં કામ કરી જમા કરાવવાનું કહી લઇ આવતો હતો.


Vadodara હાઈપ્રોફાઈલ કુટણખાના કેસમાં મોટો ઘટસ્ફોટ: 12 વર્ષની કિશોરીને તેના જ પિતાએ સેક્સ રેકેટમાં ધકેલી


હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી સોની વેપારીઓને સોનુ પરત આપવાની પોલીસે કવાયત શરૂ કરી છે. જોકે પોલીસે આરોપી પાસે થી સોનું પરત મેળવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.