રાજકોટ: રાજકોટની લાઈફ કેર હોસ્પિટલના બોગસ ડૉક્ટર શ્યામ રાજાણીના કૌભાંડના મામલે હેવ ડોક્ટરની પૂર્વ પત્ની કરિશ્માની ધરપકડ કરવામાં આવી છે. બોગસ ડોક્ટરની પૂર્વ પત્ની કરિશ્મા છેલ્લા ઘણા સમયથી બેંગલુરૂમાં રહેતી હતી. ત્યારે શ્યામ રાજાણીની હોસ્પિટલમાંથી સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસે ડોક્ટરની પૂર્વ પત્ની કરિશ્માની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. આ મામલે જિલ્લા આરોગ્ય શાખાના અધિકારીઓએ પોલીસ ફરિયાદ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અપહરણ થયેલી બાળકી મળતા પરીવારમાં ખુશીની લહેર, આણંદ લઈ ગયા હોવાની ચર્ચા


ડોક્ટરની પૂર્વ પત્ની કરિશ્મા 2016ના વર્ષમાં મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ પર ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતી હતી. તે દરમિયાન સરકારી દવા રાખવાના વેરહાઉસમાં ગોટાળો થયો હતો. જે ગુનામાં કરિશ્માની ધરપકડ કરવામાં આવી છે. તો જિલ્લા આરોગ્ય વિભાગે શ્યામ રાજાણીના પિતા સામે પણ ફરિયાદ નોંધાઇ હતી. તપાસમાં શ્યામના પિતા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં હોવાનું સામે આવ્યું હતું. આ મામલે બોગસ ડોક્ટર શ્યામ રાજાણીના પિતાની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી શકે છે. 


વધુમાં વાંચો: ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, ડીસામાં ઠંડીએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ શ્યામ રાજાણીના કૌભાંડના મામલામાં એક ઓડીયો ક્લીપ વાયરલ થઈ હતી. જેમાં મયુર મોરી શ્યામ રાજાણી માટે કામ કરતો હોવાનો ઘટસ્ફોટ શ્યામની પૂર્વ પત્ની કરિશ્મા ગાંધીએ તેની વાતચીતમાં કર્યો છે. હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની યુવતીઓને સપ્લાય કરતા હોવાની પણ વાતચીત થઈ રહી છે. ત્યારે મયુર અને કરિશ્મા સંપર્કમાં હોવાની જાણ થયા બાદ જ શ્યામ રાજાણીએ મયુરનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...