રાજકોટઃ શહેર કાલાવડ રોડ પર આવેલ મેટોડા જીઆઇડીસીમાં બોમ્બ મળ્યાની વાતથી પોલીસ દોડતી થઈ ગઈ હતી. બોબ્બ હોવાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એકતરફ મુખ્યપ્રધાન રાજકોટમાં છે અને બીજીતરફ બોમ્બ મળ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બોમ્બને ડિફ્યુઝ કર્યો હતો. બોમ્બ ડિફ્યુઝ થતા જાનહાની ટળી હતી. એસપી અંતરિપ સુદે જણાવ્યું હતું કે, હા મેટોડા જીઆઇડીસીમાં બોમ્બ મળ્યો છે. દેશી બનાવટનો ટાઇમર બોમ્બ છે, બોમ્બ સ્કોડે બોમ્બને ડિફ્યુઝ કરી કબ્જે કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી મુજબ, રવિવારે સવારે રાજકોટ પોલીસને બોમ્બની જાણ થઈ હતી. રાજકોટના જીઆઈડીસી મેટોડા વિસ્તારમાં સત્યાય ટેક્નોકાસ્ટ પાસેથી બોમ્બ મળ્યો હતો. આ બોમ્બને ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારથી દૂર લઈ જઈને ડિફ્યુઝ કરાયો હતો. પરંતુ સવાલ તે થાય છે કે અહીં કોણ બોમ્બ મુકી ગયું છે. અહીં બોમ્બ મુકવા પાછળ શું કારણ છે. હાલતો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.