Boy Typing With Nose: જ્યારે ભગવાન શરીરની કોઈ શક્તિ છીનવે છે તો તેના બદલામાં એવી ક્ષમતા પણ આપે છે કે વ્યક્તિ લાખોમાં અલગ તરી આવે. આ વાત ખરી સાબિત થાય છે રાજકોટના સ્મિત ચાંગેલા માટે. રાજકોટનો આ યુવાન તેની આગવી આવડતના કારણે ચર્ચામાં છે. તેણે એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો વ્યક્તિ દિલથી કંઈ કરી બતાવવાનું નક્કી કરે તો તેના માટે કોઈ કામ મુશ્કેલ નથી. આવું ત્યારે થઈ શકે જ્યારે વ્યક્તિ પરિસ્થિતિ સામે હાર માની લેવાને બદલે લડવાનું નક્કી કરે. આવું જ કંઈક સ્મિતે કરી બતાવ્યું છે. સ્મિત ચાંગેલા ન્યુરોપેથી નામની એક રેર બીમારીથી પીડાય છે. જન્મના ત્રણ મહિનામાં જ તે આ બીમારીમાં સપડાઈ ગયો. જેના કારણે નાની ઉંમરમાં તેના હાથ અને પગ કામ કરતાં બંધ થઈ ગયા. કોઈ સામાન્ય માણસ હાથ અને પગ વિના જીવન ખુમારીથી જીવી શકાય તે વાતની કલ્પના પણ કરી ન શકે તેવામાં સ્મિતે નાની ઉંમરથી જ પોતાની પરિસ્થિતિને સહજતાથી સ્વીકારી અને નવી આવડત ઊભી કરી.


આ પણ વાંચો:


માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર


WTC Final માં ગુજરાતના ગીતાબા લંડનમાં ગાશે ભારતનું રાષ્ટ્રગીત


કોંગ્રેસે આ 'ભગવો કિલ્લો' ફતેહ કરવા કાકાને મેદાનમાં ઉતાર્યા, છતાં હારી ગયા


હાથ વિના દૈનિક કાર્યો પણ કરવા શક્ય નથી તેવામાં સ્મિતે અનોખી આવડત કેળવી છે. સ્મિત નાકના ટેરવાથી સળસળાટ ટાઈપિંગ કરે છે. આ કામમાં તે હોઠની પણ મદદ લે છે. કોઈ માણસ હાથની આંગળીઓથી જે રીતે ટાઈપ કરે તેવી જ રીતે સ્મિત નાકના ટેરવાથી ટાઈપિંગ કરે છે. 


સ્મિતની આ આવડતના કારણે તેનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે. સ્મિત નાકના ટેરવાથી એક મિનિટમાં 151 કેરેક્ટર, 36 શબ્દ ટાઈપ કરી શકે છે. આ સિદ્ધિ બદલે તેનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે. સ્મિતે નાકના ટેકવાથી ટાઈપિંગ કરવાની શરુઆત 3થી 4 વર્ષ પહેલા કરી હતી અને હવે તેણે ટાઈપિંગમાં મહારથ પ્રાપ્ત કરી છે. 


રાજકોટનો સ્મિત આટલેથી અટકવા નથી માંગતો. હાલ તે બીકોમનો અભ્યાસ કરે છે અને સાથે યુપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરે છે. સ્મિતનું સપનું IAS ઓફિસર બનવાનું છે.