રાજકોટ: બોટાદના `વેદ`એ આપ્યું ત્રણ જિંદગીને જીવન, થઇ ગયો અમર, સમાજને ચિંધી નવી રાહ
રાજકોટમાં આજે પ્રથમ વખત સૌથી નાની વયના બાળકની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. બોટાદના માધ્યમ વર્ગના 2 વર્ષીય `વેદ`ને બ્રેઇન ટ્યુમર હોવાથી રાજકોટમાં સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થયું હતું. પરિવારજનોએ ભારે હૈયે વ્હાલસોયા `વેદ`ને અન્ય જિંદગીમાં હૈયાત રાખવાનો નિર્ણય કર્યો હતો. વેદની બન્ને કિડની અને આંખો દાન કરી અને `વેદ` એક નહિ પણ ત્રણ-ત્રણ જિંદગીને જીવન આપી ગયો છે.