રાજકોટ : કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક બની છે. દિવસેને દિવસે કોરોનાના કેસોની સંખ્યા અને મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં રાજકોટમાં નવા 286 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસોની સંખ્યા 29526 પર પહોંચી ચુકી છે. આ ઉપરાંત અલગ અલગ હોસ્પિટલમાં  5079 દર્દી સારવાર હેઠળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 6 મેથી આયોજીત થનારી તમામ પરીક્ષાઓ રદ્દ કરવાની જાહેરાત કરી છે. 52 હજારથી વધારે વિદ્યાર્થીઓ વિવિધ શાખાની પરીક્ષામાં બેસવાનાં હતા. જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોના સંકટ વચ્ચે પરીક્ષાનું આયોજન શક્ય નહીહોવાનાં કારણે પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી છે. 


રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યાવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે જોવા માટે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત માસ્ક નહી પહેરનારા લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાગરિકોને સતત માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube