ગુજરાતમાં જ્યાં PM, CM, મંત્રી-સંત્રીઓ રોકાય છે, ત્યાં કેમ નથી CCTV? કોઈ ઘટના બને તો જવાબદારી કોની?
અહીં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યો સહિતના મહાનુભાવો રોકાતા હોય છે. તેમ છતા અહીં CCTV ના હોવાથી અનેક સવાલ ઉઠી રહ્યા છે. રોડ અને બિલ્ડિંગ વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે.
ગૌરવ દવે/રાજકોટ: કોઈ પણ જાહેર સ્થળ પર સુરક્ષાની દ્રષ્ટીએ CCTV કેમેરા લગાવવા ફરજિયાત કરવામાં આવ્યા છે..ત્યારે સરકારી કચેરીઓમાં તેનું કેટલું પાલન થાય છે તેનું રિયાલિટી ચેક કરવા ZEE 24 કલાકની ટીમ રાજકોટ પહોંચી હતી. જેમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું રાજકોટ સર્કિટ હાઉસ જ CCTV વિહોણું જોવા મળ્યું. જ્યાં સૌથી વધુ VVIP મુવમેન્ટ હોય છે તે સ્થળ પર CCTV ના હોવાથી સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે.
5 વર્ષની દિવ્યાંગ બાળકીની હત્યામાં ચોંકાવનારો ખુલાસો, માતાએ પટકતાં પાંસળીઓ તૂટી ગઈ
અહીં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યો સહિતના મહાનુભાવો રોકાતા હોય છે. તેમ છતા અહીં CCTV ના હોવાથી અનેક સવાલ ઉઠી રહ્યા છે. રોડ અને બિલ્ડિંગ વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતા અહીં CCTV લગાવવામાં આવ્યા નથી. ત્યારે અહીં કોઈ સુરક્ષામાં ચૂક સામે આવશે તો CCTV વગર મોટી સમસ્યા સર્જાઈ શકે છે. ત્યારે શહેરમા જાહેરનામાનો કડક અમલગ કરાવતા પોલીસ કમિશનર પણ અહીં નિયમનું પાલન કરાવવામાં પાગળા સાબિત થઈ રહ્યા છે.
BJP નેતા હાર્દિક પટેલને મળી મોટી રાહત, જાણો કયા કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા ફરજીયાત છે, તેમ છતાં અમુક જગ્યાએ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. ઝી 24 કલાકનું સરકારી કચેરીઓમાં સીસીટીવી કેમેરાનું રીયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં મોટો ઘટસ્ફોટ થયો છે. હાલ સૌથી મોટો સવાલ ઉદ્દભવી રહ્યો છે કે VVIP મુવમેન્ટ જ્યાં સૌથી વધુ તે રાજકોટનું સર્કિટ હાઉસ જ કેમ સીસીટીવી વિહોણું? પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રો, ધારાસભ્યો જ્યાં ઉતરે તે સર્કિટ હાઉસમાં જ સીસીટીવી કેમેરા નથી. રોડ અને બિલ્ડીંગ વિભાગને અનેક વખત રજૂઆત છતાં કેમ સીસીટીવી કેમેરા નથી નખાયાં ?
પ્રયાગરાજમાં સર્જાઈ અદ્ભુત ખગોળીય ઘટના, સૂર્યની આસપાસ જોવા મળ્યો 'ઈન્દ્રધનુષી ગોળો'
VVIPની સુરક્ષામાં ક્યાંય ચૂક રહી જાય તો સીસીટીવી કેમેરા જ કામ આવશે. રાજકોટનું સર્કિટ હાઉસ એ સૌરાષ્ટ્રનું સૌથી મોટું સર્કિટ હાઉસ ગણાય છે. પરંતુ ઝી 24 કલાકના રીયાલીટી ચેકમાં એક પણ સીસીટીવી ન હોવાનું સામે આવ્યું છે. પોલીસ કમિશ્નર સીસીટીવીના જાહેરનામાનો શહેરમાં કડક અમલવારી કરાવે છે, તો કેમ પોલીસને સર્કિટ હાઉસમાં સીસીટીવી ફૂટેજ દેખાયા નહિ?