ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના કારણે છેલ્લા બે દિવસમાં બે જેટલા મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુના 16 જેટલા કેસ નોંધાયા છે. બોટાદના રહેવાસી 21 વર્ષીય અમન વ્યાસનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં રહેતી દસ વર્ષીય બાળકીને ટાઇફોઇડની સારવાર કરવામાં આવતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોપલમાં વિદ્યાર્થીનીની હત્યામાં મોટો ખુલાસો, પોલીસ કોન્સ્ટેબલે જ રહેંસી નાંખ્યો!


જોકે તેને ડેંગ્યુ હતો કે નહીં તેનો રિપોર્ટ આવે તે પૂર્વે જ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ડેન્ગ્યુના લક્ષણોમાં પેટરણમાં ફેરફાર નોંધાયા છે. 


સરકારનો ખુલાસો! 7 લોકોની બોગસ એન્જિયોપ્લાસ્ટી, ખ્યાતિએ પૈસા માટે ખોટા ચીરી નાંખ્યા


જેમાં ઝડપથી પ્લેટલેટ ઘટવા તેમજ હૃદય અને કિડની પર ઝડપી અસર થતી હોવાથી મોતના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. જોકે ગત મહિનાની સરખામણીએ ચાલુ માસમાં ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. 


લીલી પરિક્રમામાં 9 લોકોના મોતથી ખળભળાટ; સિવિલમાં થયો મોતના સાચા કારણનો ઘટસ્ફોટ