Garud Garbi: રાજ્યભરમાં નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. શારદીય નવરાત્રી દરમિયાન લોકો માં દુર્ગાની પૂજા કરવાની સાથે રોજ રાત્રે ગરબે ઘૂમે છે. ગરબાની પરંપરા ગુજરાતમાં વર્ષો જૂની છે. જોકે હવે પ્રાચીન ગરબા કરતા અર્વાચીન ગરબા વધારે પ્રમાણમાં યોજાય છે. પરંતુ તેમ છતાં રાજ્યના કેટલાક શહેરોમાં વર્ષો જૂની ગરબીની પરંપરા આજે પણ યથાવત છે. આવી જ વર્ષો જૂની છે રાજકોટની ગરુડની ગરબી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ શહેર ખાતે રામનાથ પરા વિસ્તારમાં આઝાદી પહેલાથી ગરુડની ગરબી યોજાય છે. આ ગરબીનો ઇતિહાસ ખૂબ જ જૂનો અને ચમત્કારી છે. આ ગરબીની શરૂઆત દેશ આઝાદ થયો તે પહેલા કરવામાં આવી હતી આજે પણ શહેરમાં દર વર્ષે નવરાત્રી પર ગરુડની ગરબીમાં બાળાઓ રમે છે. 


આ પણ વાંચો:


નવરાત્રિના આટલા નોરતામાં સો ટકા પડશે વરસાદ, ભારત-પાકિસ્તાનની મેચ અને નોરતામાં આવી છે


આ વર્ષે નવરાત્રિ-વર્લ્ડકપને પગલે કેવા ટેટૂનો વધ્યો છે ક્રેઝ, આ ડિઝાઈનની ભારે બોલબાલા


રંગીલા રાજકોટના ગરબામાં વાગશે દિલ્લીનું ઢોલ! બહારથી બોલાવાયા છે કલાકારો


આ ગરબીનું નામ ગરુડની ગરબી પડ્યું તેની પાછળ પણ એક રોચક કથા છે. આ મંદિર વિશે માન્યતા છે કે 18મી સદીમાં રામનાથ પરા પાસે ગઢ આવ્યો હતો અને તેની રક્ષા કરતા રક્ષકોએ અંબા માતાના મંદિરની અહીં સ્થાપના કરી હતી. તે સમયે અહીં વસતા લોકો નવરાત્રી દરમિયાન અહીં બાળાઓને રાસ રમાડતા હતા. તે સમયે ફાનસ ની લાઈટ અને તબલાના તાલે બાળાઓ ગરબી રમતી હતી. ત્યાર પછી આઝાદી સમયે એક વ્યક્તિએ લાકડાનું ગરુડ બનાવ્યું અને તેમાં બાળાઓને બેસાડીને ગઢ ઉપરથી ઉતારી રાસ રમવાની શરૂઆત કરાવી. ત્યારથી આ ગરબીમાં બાળાઓ ગરુડમાં બેસીને આવે છે અને રાસ રમે છે જેના કારણે આ ગરબી પણ ગરુડની ગરબી તરીકે પ્રખ્યાત થઈ ગઈ. 


સ્થાનિકોનું માનવું છે કે ગરુડની ગરબીમાં રમતી બાળાઓ ઉપર માતાજીના આશીર્વાદ રહે છે. માતાજીનું સત એટલું છે કે આ ગરબીમાં રમતી બાળાઓ ગંભીર રીતે બીમાર પડતી નથી. રાજકોટ ખાતે રમાતી ગરુડની ગરબી રાજકોટ શહેરની જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની પ્રાચીન ગરબીઓમાંથી એક છે. 


રાજકોટ શહેરમાં પણ ગરૂડીની ગરબીનું વિશેષ મહત્વ છે અને દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ ગરબીના ખાસ રાસ જોવા ઉમટે છે. ગરુડની ગરબી ખાતે મશાલ રાસ, ત્રિશુલ રાસ, મહાકાળીનો રાસ, મહિષાસુરનો રાસ સહિતના રાસ ખૂબ જ પ્રખ્યાત છે જેને જોવા હજારોની સંખ્યામાં લોકો છે. 


આ ગરબીમાં નાની બાળાઓને લહાણીમાં પણ એવી જ વસ્તુઓ આપવામાં આવે છે જે તેમને વર્ષો સુધી કામ આવે મોટાભાગે અહીં સોના અને ચાંદીની વસ્તુઓ બાળાઓને લહાણીમાં આપવામાં આવે છે.