ગૌરવ દવે/રાજકોટ :કોરોનાથી બચવા માટે લોકો એવા એવા નુસ્ખા અપનાવે છે, જે ક્યારેક જોખમી સાબિત થઈ જાય છે. તબીબની સલાહ વગર કંઈ પણ કરવું જાનલેવા છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ત્રણ કોરોના દર્દી મિથિલિન બ્લુની બોટલ પી ગયા હતા. ત્યારે આ ત્રણેય દર્દીની હાલત હાલ ગંભીર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજાણ્યો શખ્સ દરેક દર્દીને મિથિલિન બ્લૂની બોટલ આપી ગયો
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે પ્રિ ટ્રાએજ એરિયા બનાવવામાં આવ્યો છે, જ્યાં કોરોનાના દર્દીઓને પ્રાથમિક સારવાર માટે રાખવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે એક અજાણ્યો શખ્સ મિથિલન બ્લૂની બોટલનો થેલો લઈને આ વોર્ડમાં આવ્યો હતો. તે દર્દીઓને મિથિલિન બ્લુની બોટલો આપી ગયો હતો. જોકે, દર્દીઓ હોસ્પિટલ સ્ટાફે આ દવા આપી છે તેવું સમજીને આખી બોટલ ગટગટાવી ગયા હતા. તબીબોને આ વાત ધ્યાને આવતા દર્દીઓને તાત્કાલિક મેઈન બિલ્ડિંગમાં ખસેડી સારવાર શરૂ કરી હતી. દવા ગટગટાવી જનાર ત્રણેય દર્દીઓની હાલત હાલ ગંભીર છે. 


દર્દીએ તબીબોએ આપી છે એવુ સમજીને બોટલ ગટગટાવી 
કોઇપણ જવાબદાર અધિકારીની મંજૂરી લીધા વગર જ ખાટલે ખાટલે જઇને દર્દીને મિથિલિન બ્લૂની બોટલ આપી દીધી હતી. બોટલ આપનાર હોસ્પિટલનો સ્ટાફ હોવાનું સમજી દર્દીઓએ તે બોટલ લઇ લીધી હતી, તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે બાબતથી અજાણ ત્રણ દર્દીઓએ આખી બોટલ ગટગટાવી લીધી હતી. પ્રિ ટ્રાએજ એરીયામાં મિથિલિન બ્લુની બોટલોનો થેલો ભરી આપવા આવનાર શખ્સને કેમ કોઈએ રોક્યો નહિ તે મોટો સવાલ છે. સેવાના નામે અપાતી દવા તબોબોની સલાહ વગર લેવી જોખમી બની છે. 


સલાહ લીધા વગર ન લેવી 
ઉલ્લેખનીય છે કે, મિથિનિલ બ્લૂ કોરોનાના દર્દીઓ માટે રામબાણ ઈલાજ સાબિત થઈ છે. પરંતુ આ દવા તબીબોના સલાહ વગર લેવી હિતાવહ નથી. તેના ચોક્કસ માપદંડ અને ગાઈડન્સ વગર લેવી નહિ.