રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં રોગચાળા ભરડો લીધો છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કેસ ડેન્ગ્યુના (Dengue) જોવા મળી રહ્યા છે. રાજકોટ (Rajkot) અને જામનગર (Jamnagar) ઉપરાંત સૌરાષ્ટ્રમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં આવી રહ્યા છે. ત્યાં આજે જોવા મળ્યું કે, વોર્ડની અંદર જગ્યાના અભાવથી દર્દીઓને લોબીમાં ખાટલા પાથરી સારવાર આપવામાં આવી રહી છે. 


ચૂંટણી પહેલા થરાદનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસના દિગ્ગજ નેતા માવજી પટેલ ભાજપમાં જોડાશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. જ્યાં રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વોર્ડની અંદર જગ્યા ખૂટી જતા દર્દીઓને હોસ્પિટલની લોબીમાં ખાટલા અને ગાદલા પાથરી સારવાર આપવામાં આવી રહી છે. તો સાથે જ રાત્રિ સમય દરમિયાન દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને મચ્છરનો ત્રાસ સતાવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે દર્દીઓને પડતી હાલાકીનું કવરેજ માટે ગયેલ મીડિયા સાથે તબીબોએ ગેરવર્તન કર્યું હતું અને લોબીમાંથી બહાર જવા કહેવામાં આવ્યું હતું. 


ધ્રાંગધ્રાના એક યુવકના ફોનથી નાયબ મુખ્યમંત્રી થઈ ગયા હેરાન-પરેશાન


હવે પ્રાણીઓના પેટમાં ગયેલું મેટલ શોધી શકાશે, ગુજરાતમાં પહેલીવાર આણંદ યુનિવર્સિટીમાં આવ્યું ખાસ મશીન


એક બાજુ રાજ્ય અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાના ખર્ચ કરી લોકોને આરોગ્યની સારી સુવિધા મળે તે માટે મહેનત કરતી હોય છે. પરંતુ જ્યારે દર્દીઓને હોસ્પિટલમાં જગ્યાની જરૂર છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સિવિલ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ નેતાઓના ઉદઘાટન માટે બંધ જોવા મળી રહ્યું છે. જો નેતાઓની રાહ ન જોવામાં આવે અને તાત્કાલિક અસરથી આ બિલ્ડિંગ શરૂ કરવામાં આવે તો સૌરાષ્ટ્રભરના દર્દીઓને તેનો સીધો ફાયદો થતો જોવા મળી શકે તેમ છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :