તબીબી નિયમોના ચીથરા ઉડાડ્યા, મેડિકલના પ્રોફેશનને તો છોડો! રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરને ભગવો કલર લગાવાયો
Rajkot Civil Hospital stretcher in orange color : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેની 150 જેટલી સ્ટ્રેચરને કરાયો કેસરી રંગ... ZEE 24 કલાકના અહેવાલ બાદ કેસરી સ્ટ્રેચરને સફેદ રંગ કરાયો...
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : તબીબી પ્રોફેશન એ દરેક પક્ષ, ધર્મ, રાજકરણથી અલગ છે. તેને કોઈની સાથે જોડવુ ન જોઈએ. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણ કરવામાં આવ્યું. સામાન્ય રીતે હોસ્પિટલના સ્ટ્રેચર સફેદ રંગના હોય છે. તમે ક્યારેય કોઈ અન્ય કલરના સ્ટ્રેચર જોયા નહિ હોય. પરંતું સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં અચાનક સફેદને બદલે ભગવો કલર લગાવી દેવાયો. હોસ્પિટલના 150 જેટલાં સ્ટ્રેચરને એકાએક ભગવો કેસરી કલર લગાવવાનું કામ શરૂ થયું છે. સ્ટ્રેચરનો કલર મોટે ભાગે સફેદ જ હોય છે, પરંતુ અહીં ભગવાકરણ કરાયેલુ જોવા મળ્યું. આ મુદ્દે મામલો ગરમાતા ઇન્ચાર્જ સિવિલના સુપરીટેન્ડેટે બચાવ કરતા કહ્યું કે, આ પ્રાઇમર કલર છે, તેના ઉપર સફેદ રંગ લગાવાશે. ત્યારે મીડિયા સુધી વાત પહોંચતા ભગવા કલરને પડતો મુકાયાની વાત વહેતી થઈ છે.
ભૂલ પર હોસ્પિટલનો ઢાંકપિછોડો
તો બીજી તરફ, મેડિકલ અધિકારીએ પોતાનો લુલ્લો બચાવ કરતા કહ્યું કે, આ અમારી ભૂલ છે. સામાન્ય રીતે સફેદ કલર નું જ સ્ટેચર હોય છે. પરંતુ સ્ટ્રેચર ગુમ ન થાય તે માટે અમે ભગવો કલર કર્યો હતો. મેડિકલ ઓફિસર એવી રામાણીએ આ અંગે ખુલાસો કરતા કહ્યું કે, સ્ટ્રેચર દર્દીઓના સગા અન્ય વોર્ડમાં દર્દીને લઈ જતા અને પાછા સ્ટ્રેચર આવતા નથી. સ્ટ્રેચરનો કલર સરકારી નિયમ મુજબ સફેદ જ હોય છે, પરંતુ અમારા સિનિયર નર્સ દ્વારા કલર બદલવાનો નિર્ણય કર્યો હતો. સફેદને બદલે ભગવો કરવામાં આવ્યો તેની પાછળ કારણ એટલું જ હતું કે અમારા સ્ટ્રેચર ખોવાઈ ન જાય એટલો જ હતો. સ્ટ્રેચર દર્દીના સગને લઈને જવા પાછળ કારણ એ છે કે પૂરતો સ્ટાફ નથી.
ભાજપના બે સભ્યોના હોટલમાં રંગરેલિયા, વાત બહાર ખબર પડી જતા બંનેને ભાગવુ પડવું
કોંગ્રેસનો વિરોધ, હવે પાટા અને દવા પણ ભગવી હશે
રાજકોટ સિવિલમાં સ્ટ્રેચર ભગવા રંગને લઈને રાજકારણ ગરમાયુ છે. આ વાતની જાણ થતા જ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત આ અંગે સવાલો ઉઠાવ્યા કે, મધ્યમ વર્ગના લોકોને દેવાતી સાયકલ પણ ભગવા રંગની હતી. થોડા દિવસોની અંદર દર્દીઓને લગાવવાના પાટા અને દવા પણ ભગવી હશે.
પોતે દિવ્ય દરબાર લગાવનાર બાબા બાગેશ્વર ગુજરાતના આ માતાજીના દરબારમાં માથુ ટેકવશે
ભગવાકરણ પર રાજકારણ ગરમાયું
જોકે, સમગ્ર મુદ્દે વિવાદ થયા બાદ હોસ્પિટલ દ્વારા સ્ટ્રેચરને ભગવો રંગ લગાવવાની કામગીરી રોકી દેવાઈ હતી. સિવિલમાં સ્ટ્રેચરના ભગવા રંગને લઈને વિવાદ મુદ્દે હવા રાજકારણ રમાઈ રહ્યુ છે. આ મુદ્દે ભાજપે કહ્યું કે, કોઈ પણ પ્રકારના કલર સામે કોઈને પણ વિરોધ ન હોવો જોઈએ. કલર જેટલા પણ છે તે બધા કુદરતી રંગો છે. કુદરત દ્વારા જે રંગો બનાવવામાં આવ્યા છે તેના સામે વિરોધ એ હાસ્યસ્પદ છે. કોંગ્રેસે કલરને લઈને માનસિકતા બદલવાની જરૂર છે.
એડમિશનમાં તમે પણ આવા કાંડ કર્યા હોય તો સાચવજો, રાઈટ ટુ એજ્યુકેશનના એડમિશન રદ કરાયા