• રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને કોર્પોરેટર વસરામ સાગઠિયા કોંગ્રેસ છોડી આપમાં જોડાયા

  • કોંગ્રેસના બંને દિગ્ગજો છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ હતા


ગૌરવ દવે/રાજકોટ :આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક્ટિવ થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAPમાં જોડાયા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ કોંગ્રેસના મોટા નેતા છે. તો સાથે જ રાજકોટના કોર્પોરેટર વસરામ સાગઠિયા પણ AAPમાં જોડાયા છે. આમ, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં આમ આદમી પાર્ટીએ મોટું ગાબડું પાડ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્દ્રનીલ રાજ્યગુરુ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ હતી. તો કોંગ્રેસથી નારાજ ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વસરામ સાગઠિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગઇકાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દિલ્હી ગયા હતા અને અરવિંદ કેજરીવાલ સાથે રાજ્યગુરુએ બેઠક પણ કરી હતી. ત્યારે આજે વિધિવત રીતે બંને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઈન્દ્રનીલે કોંગ્રેસ સાથે છેડો ફાડતા અન આપમાં જોડાતા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં ખળભળાટ સર્જાયો છે. બીજી તરફ, વસરામ સાગઠિયા રાજકોટ મનપાના વિરોધ પક્ષના નેતા છે. ત્યારે હવે આ બે દિગ્ગજ નેતાઓની રાહે રાજકોટના કોંગ્રેસના અન્ય કોર્પોરેટર પણ આપમાં જોડાય તેવી શક્યતાઓ છે.


આ પણ વાંચો : Shocking!! અસ્થિર મગજની મહિલાને ટોયલેટમાં પ્રસૂતિની પીડા ઉપડી, અને બાળકી કમોડમાં ફસાઈ


સૌ કોઈ ગુજરાતની શિકલ બદલવાનું નક્કી કરી દે - ઈન્દ્રનીલ
આપમાં જોડાનાર ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું કે, વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આમ આદમી પાર્ટી કરી શકે છે. કટ્ટર ઇન્સાનિયત, કટ્ટર નિયત, આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી એવું પંજાબ અને દિલ્હીનું રાજ્યની જીતે પુરવાર કરી દીધું છે. ત્યાં અધિકારીઓ પૈસા લેતા બીવે છે, જે આપણે ગુજરાતમાં નથી જોઈ શકતા. તે પંજાબમાં થોડા જ દિવસોએ કરી બતાવ્યું છે. વિધાનસભામાં ડોક્ટરોની ખામીઓ વિશે મેં પ્રશ્ન કર્યો ત્યારે નીતિન પટેલે મને કહ્યું કે ડોક્ટર મળતા નથી. ત્યાં ભાજપની નીતિ જ ખોટી છે. આજે હું સૌ ભાજપ કોંગ્રેસના કાર્યકરોને, ગુજરાતના આમ લોકોને, જે કોઈ મારામાં વિશ્વાસ રાખતા હોય તેમને હું વિનંતી કરું છું કે સૌ આમ આદમી પાર્ટીમાં જોડાય. સૌ કોઈ ગુજરાતની શિકલ બદલવાનું નક્કી કરી દે. ખુબ સમય લાગી શકે તે વિચાર ખોટો છે. આમ આદમી પાર્ટીની સરકાર 2022 માં આવી રહી છે. સૌ ગુજરાતીને પોતાની સરકાર લાગે તેવી પાર્ટી છે. મને ટિકિટ મળે કે ન મળે પણ અગત્યનો પ્રશ્ન એ છે કે ભાજપની સરકાર ન જોઈએ, એ માટે કોંગ્રેસ કંઈ કરશે કે નહીં તે જોઈને હું આપમાં જોડાયો છું. 


તો વશરામ સાગઠીયાએ કહ્યું કે, પુષ્કળ મહેનત કરવા છતાં પણ લોકો કોંગ્રેસને મત આપવાના નથી તેવું મન બનાવીને બેઠા છે. આપ રાજકોટમાં પહેલી વખત ચૂંટણી લડી છતાં બીજા નંબરની પાર્ટી રહી. તેમની શિક્ષણનીતિ અમે જોઈ છે. રાજકોટ અને ગુજરાતમાં શિક્ષણમાં ખુબ મોટો ફેર છે. એમના વિચારો રાષ્ટ્રવાદી છે, તેમના વિચારો બધાને સાથે લઈને ચાલનારા છે.