ગૌરવ દવે/રાજકોટ: વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ પાર્ટીઓ બદલી રહ્યા છે. તે દિશામાં ફરી એકવાર કોંગ્રેસ અને આપની હાલત ખરાબ થઈ છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના અનેક આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે. રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંજય ખુંટ અને લોધિકા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મયુરસિંહ જાડેજા પણ ભાજપનો કેસ પહેર્યો છે. લોધિકા તાલુકા પંચાયતના ત્રણ સભ્યો સહિત 150 જેટલા કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવા મળી રહ્યું છે કે, લોધિકા તાલુકા પંચાયતના સભ્યો હિતેશ ખૂંટ, બોદુ કેસરિયા, મિલન દાફડાનો ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. લોધિકા તાલુકાના અલગ અલગ પાંચ ગ્રામ પંચાયતના સરપંચો પણ ભાજપમાં જોડાયા છે. મહત્વપૂર્ણ બાબત તે છે કે સંજય ખુંટ અને મયુરસિંહ જાડેજા છેલ્લા દસ દિવસથી ભાજપમાં પ્રવેશ માટે તૈયારી કરી રહ્યા હતા.


આ પ્રસંગે રાજકોટ સહકારી આગેવાન બાબુ નસીતની જીભ લપસી છે. હેમુ ગઢવી હોલમાં આજે કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા ત્યારે સ્ટેજ પરથી રાજકોટ સહકારી આગેવાન બાબુ નસીતે જણાવ્યું હતું કે, આજે બધા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. આ નિવેદન સાંભળીને બઘા આશ્ચર્યચકિત થઈ ગયા. બાબુ નસીતના આ નિવેદનથી સ્ટેજ પરથી સૌરાષ્ટ્ર પ્રભારી વિનોદ ચાવડા સહિતના આગેવાનોએ કહ્યું, કોંગ્રેસ નહિ ભાજપમાં જોડાયા.ભાજપ નેતાના આ નિવેદનથી સભા ગૃહમાં હાસ્ય ફેલાયું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube