• મોતના આંકડા અંગે સામે આવેલા લોચા અંગે રાજકોટના મેયરે કહ્યું કે, બહાર ગામથી સારવાર માટે રાજકોટ આવતા દર્દીઓનું મૃત્યુ થાય તો અહીં જ અંતિમ વિધિ થતી હોવાથી સ્મશાનનો મોતનો આંક મોટો છે


ગૌરવ દવે/રાજકોટ :રંગીલા રાજકોટમાં કોરોનાનું મોતનું તાંડવ રચાઈ રહ્યું છે. સારવારની સુવિધાની તીવ્ર અછત વચ્ચે દરરોજ 100 થી વધુ કોરોના દર્દીઓના મોત થઈ રહ્યાં છે. સરકારી ચોપડે ત્રણ દિવસમાં 186 મોત પણ નોંધાયા છે. પણ તેની સામે સ્મશાનોમાં 200 કરતા વધુ મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ આવતા 60 ટકા જેટલા દર્દીઓને હોસ્પિટલાઈઝ્ડ કરવા પડે તેવો આ ઘાતક નવો સ્ટ્રેન છે. રાજકોટ મનપાએ પાંચ શબવાહિની ભાડે રાખવી પડી છે. તો 19 શબવાહિની કોવિડ માટે રિઝર્વ્ડ રાખવામાં આવી છે. અગ્નિદાહ માટે રાહ ન જોવી પડે તે માટે શબવાહિનીની સંખ્યા પણ વધારવામાં આવી તેવું રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. આ માટે 7 સ્મશાનો કોવિડ મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે રિઝર્વ્ડ રખાયા છે. 5 ઇલેક્ટ્રિક અને 53 ચિતા (ખાટલા) પર 24 કલાક સળગતી ચિતાઓ રાખવામાં આવી છે. 


કોરોનાએ સગર્ભા માતા અને બાળકને મોતના મુખમાં ધકેલ્યા હતા, ડોક્ટરેએ જીવનદાન આપ્યું


સરકારી ચોપડે મોતના આંકડા


  • 22 એપ્રિલ - 73 મોત

  • 23 એપ્રિલ - 51 મોત

  • 24 એપ્રિલ - 62 મોત

  • આજે સત્તાવાર મોતનો આંકડો જ જાહેર ન કરાયો...


જોકે, મોતના આંકડા અંગે સામે આવેલા લોચા અંગે રાજકોટના મેયરે કહ્યું કે, બહાર ગામથી સારવાર માટે રાજકોટ આવતા દર્દીઓનું મૃત્યુ થાય તો અહીં જ અંતિમ વિધિ થતી હોવાથી સ્મશાનનો મોતનો આંક મોટો છે. આવુ કહીને તંત્ર પોતાનો બચાવ કરી રહ્યું છે. સાથે જ હોમ ક્વોરેન્ટાઈન દર્દીનું મોત થાય તો કન્સલ્ટન્ટ ખાનગી હોસ્પિટલે જ અંતિમવિધિ માટે શબવાહીની અથવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા આદેશ કરાયા છે. 


ગુજરાતના આ શહેરમાં દર રવિવારે બંધ રહેશે તમામ બજાર 


આ ઉપરાંત રાજકોટમાં ઓક્સિજનની અછત પણ મોટાપાયે છે. સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. દર્દીઓને દાખલ કરવા પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્ય છે. ઓક્સિજનની અછત વચ્ચે દર્દીઓ વાહનોમાં સારવાર લેવા મજબૂર બન્યા છે. 3 કલાકના વેઇટિંગ બાદ સરકારી દવાખાનામાં એડમિશન મળે છે. આવામાં દર્દીઓ મોતને ભેટે તો જવાબદાર કોણ તે મોટો સવાલ છે. ચૌધરી હાઈસ્કૂલમાં ઉભા કરેલા ડોમમાં દર્દીઓ અને પરિવારજનોએ આશરો લીધો છે. ઉનાળાની ગરમીમાં ઉપર આકરો તાપ અને દાખલ થવા લાંબી લાઈનોનું વેઇટિંગ છે.