રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પહેલા સૌથી મોટી નવાજૂની થઈ છે. રાજકોટ ભાજપના મહિલા કોર્પોરેટર કોંગ્રેસ (congress) માં જોડાયા છે. રાજકોટમાં વોર્ડ નં.5ના કોર્પોરેટરના દક્ષાબેન ભેસાણિયા હાર્દિક પટેલ (Hardik patel) ની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. તો સાથે જ સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના વેપાર એસોસિયેશનના પ્રમુખ અતુલ કમાણી પણ કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના પ્રખ્યાત સામાજિક આગેવાન ચાંદનીબેન લીંબાસીયા પણ કોંગ્રેસમાં જોડાયા છે. આ સાથે ABVP અને યુવા ભાજપ (bjp) ના 20 હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયાથી ભાજપમાં સનસનાટી વ્યાપી ગઈ છે. ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે તાજેતરમાં જ રાજકોટની મુલાકાતમાં સ્થાનિક આગેવાનો સાથે મીટિંગ કરી હતી, પણ લાગે છે કે, પાટીલ (cr patil) નો સૌરાષ્ટ્ર પ્રવાસ ભાજપમાં ડેમેજ કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

80 લાખ અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર, હજી નથી વિકસી હર્ડ ઈમ્યુનિટી... 


હાર્દિક પટેલની હાજરીમાં આજે ભાજપના 20 થી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. આ વર્ષના અંતમાં રાજકોટ મનપાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપમાં આ મોટો ફટકો કહી શકાય. ત્યારે કોંગ્રસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મોટો દાવો કર્યો છે કે, રાજકોટમાં ભાજપના વધુ 5 કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાશે. રાજકોટ ભાજપના ઘણા કાર્યકરો-નેતાઓ પક્ષથી નારાજ છે. કોરોનાની મહામારીને લીધે મુખ્ય આગેવાનો જ જોડાયા છે. ભાજપના હજારો કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાના છે. 


માંડ માંડ શ્વાસ લઈ રહી છે સુરતની હોટલો, હાલત એવી કે હવે તાળુ મારવાનું જ બાકી રહ્યું છે....