લગ્નના ત્રીજા જ મહિને યુગલનો આપઘાત, નવા ઘરમાં રહેવા ગયાના બીજા જ દિવસે ગળેફાંસો ખાઘો
Rajkot News : પતિ પત્ની મોડે સુધી ન જાગતા અને પરિવારના લોકો આવતા દરવાજો પણ ન ખોલ્યો હતો. જેથી પરિવાજનોએ છાપરું ઉંચકાવીને અંદર જોયુ હતુ તો બંનેએ ઘરની લોખંડની આડીમાં દુપટ્ટા સાથે બાંધીને ગળે ફાંસો ખાધો હતો
ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ-નવદંપતિનો સજોડે ગળેફાંસો લગાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા યુવા દંપતીએ ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો છે. આત્મહત્યા કરનાર બાબુ સોલંકી વીડિયો શુંટીગ ફોટોગ્રાફીનો વ્યવસાય કરતો હતો. ત્યારે એવુ તો શુ થયું કે બંનેએ મોત વ્હાલુ કર્યું. હાલ રાજકોટ પોલીસ આ આત્મહત્યાનું કારણ જાણવાના પ્રયાસ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં નવદંપતીએ સજોડે આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. બાબુ સોલંકી અને મમતા સોલંકી નામના નવદંપતીએ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. બનાવના પગલે પોલીસને જાણ થતાં બી. ડિવિઝન પોલીસની ટીમ દોડી ગઈ હતી. પ્રાથમિક માહિતીમાં ગૃહ કંકાસના લઈને આપઘાત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક બાબુભાઈ સોલંકી અને તેમના પત્ની મમતાબેને વહેલી સવારે સાત વાગ્યે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાન બાબુ વીડિયો શૂટિંગનું કામ કરતો હતો. તો મમતાબેન મૂળ અંકલેશ્વરની રહેવાસી હતી. હાલ પોલીસ તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો : આ ગુજરાતીનું લોહી સોના જેવુ ચમકતુ નીકળ્યું, બન્યા દુનિયાના સૌથી દુર્લભ લોહી ધરાવતા શખ્સ
પતિ પત્ની મોડે સુધી ન જાગતા અને પરિવારના લોકો આવતા દરવાજો પણ ન ખોલ્યો હતો. જેથી પરિવાજનોએ છાપરું ઉંચકાવીને અંદર જોયુ હતુ તો બંનેએ ઘરની લોખંડની આડીમાં દુપટ્ટા સાથે બાંધીને ગળે ફાંસો ખાધો હતો.
યુવકના કાકા ભગવાનજીભાઈ સોલંકીએ જણાવ્યુ કે, ત્રણ મહિના પહેલા જ યુવક-યુવતીના લગ્ન થયા હતા. અને હજી ગઈકાલે જ તો પરિવારથી અગલ થઈને નવા ઘરમાં રહેવા ગયા હતા. ત્યારે તેઓએ કેમ સજોડે ગળાફાંસો ખાધો તે અમારા માટે પણ શોકિંગ છે.