• પત્નીને ખૂબ સમજાવવા છતાં માસ્ક ન પહેરતી હોવાને કારણે પતિએ પોલીસની હાજરીમાં જ તેને ફડાકો ઝીંકયો હતો.

  • પતિએ પત્નીને શાંત થવાનુ કહ્યું હતું. પતિએ કહ્યું કે, કરફ્યૂ છે તેથી આ લોકો સાચા છે. આ બાદ મહિલા પોલીસ સાથે રકઝક પર ઉતરી આવી હતી


રક્ષિત પંડ્યા/રાજકોટ :રાત્રિ કરફ્યૂ (night curfew) હોવા છતા અનેક લોકો મોડી રાત સુધી બહાર ફરતા દેખાય છે. આવામાં પોલીસ પકડીને દંડ કરી રહી છે. ત્યારે રાજકોટમાં રાત્રિ કારફ્યૂમાં ત્રિકોણ બાગ નજીકની વિચિત્ર ઘટના બની હતી. માસ્ક બાબતે પોલીસે રોકતા એક પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીને ખૂબ સમજાવવા છતાં માસ્ક ન પહેરતી હોવાને કારણે પતિએ પોલીસની હાજરીમાં જ તેને ફડાકો ઝીંકયો હતો. જોકે, પોલીસે વચ્ચે પડીને પતિ-પત્નીને જવા દેવા પડ્યા હતા. ત્યારે કપલનો વીડિયો (couple video)  વાયરલ થયો છે. 


હળવાશમાં ન લેતા કોરોનાને, વડોદરાની આ મહિલાને કોરોના ફ્રી થયા બાદ મળી 3 બીમારી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, એક કપલે માસ્ક મામલે દંડ ભરવા મામલે પોલીસ સાથે માથાકૂટ કરી હતી. માસ્ક પહેર્યુ ન હોવાથી પત્નીએ પોલીસ સાથે રકઝક કરી હતી. મહિલાએ કહ્યું હતું કે, મારું માસ્ક પડી ગયું છે. મારી પાસે દુપટ્ટો પણ નથી કે બાંધી દઉં. નથી ચુંદડી કે ક્યાંક શુ બાંધુ. ખોવાઈ ગયું છે, અને દુકાનો પણ બંધ છે તો ક્યાં લેવા જાઉં. પોલીસે માસ્ક માટે દંડની માંગણી કરતા કહ્યું હતું કે, એમ કઁઈ 1000 રૂપિયા થોડા મફતના આવે છે. 


એસજી હાઈવે પરથી પસાર થતા અમદાવાદીઓને આવતીકાલે મળશે મોટી ભેટ



તો આ વચ્ચે પતિએ પત્નીને શાંત થવાનુ કહ્યું હતું. પતિએ કહ્યું કે, કરફ્યૂ છે તેથી આ લોકો સાચા છે. આ બાદ મહિલા પોલીસ સાથે રકઝક પર ઉતરી આવી હતી. આખરે મહિલા શાંત ન થતા પતિએ તેને બધાની સામે લાફો લગાવ્યો હતો. પતિ પત્ની વચ્ચે મામલો બિચકતા પોલીસ વચ્ચે પડી હતી, અને બંનેને જવા દીધા હતા.