રાજકોટ :રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ મેચ રમાશે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. રાજકોટમાં થોડા અંશે વરસાદ પડ્યો હતો. ત્યારે ક્રિકેટના મેદાનમાં પણ પાણી ભરાયા હતા. જોકે, એસોસિયેશન દ્વારા તાત્કાલિક અસરથી પાણી કાઢવાની કામગીરી કરાઈ હતી. એસોસિયેશ દ્વારા મેદાન પર પીચને સંપૂર્ણપણે ઢાંકી દેવાઈ હતી. અને આજે સવારથી તડકો પડ્યા બાદ મેચને સૂકવવા માટે સમય મળ્યો હતો. 


હવે રેસ્ટોરન્ટ્સના કિચનમાં ‘No admission without permission’ નહિ લગાવી શકાય, આવ્યો નવો નિયમ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસોસિયેશનના ગ્રાઉન્ડ રિચાર્જ ભૂપતભાઈ તલાટિયાએ જણાવ્યું કે, આજે સવારે રાજકોટમા વાતાવરણ ખુલ્લુ થતા અને વાદળો હટતા જ સવારથી પીચ ખુલ્લી કરી દેવાઈ હતી. સવારથી પીચને સૂકવાઈ હતી, અને બાદમાં દવાનો છંટકાવ કરાયો હતો. ગઇકાલે વરસાદ પડતાં મેદાન ભીનું થયું હતું. આજે તડકો આવતા પીચને ખુલ્લી કરવામાં આવી હતી. તેમ છતાં સાંજે વરસાદ આવે તો અમારી પાસે સુપર સોકર મશીન છે. વરસાદ આવે તો પૂર્ણ વ્યવસ્થા રાખી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube