VIDEO રાજકોટ: હતાશ ખેડૂતે પાક વીમા મુદ્દે સરકારને જગાડવા માટે અનોખી રીતે નોંધાવ્યો વિરોધ
સરકારને ધંઢરવા માટે અને સરકાર સુધી વાત અને માંગણી ને લઈને આજરોજ ધોરાજી નાં ખેડૂતે પોતાના વાડી ખેડૂત માં સમાધિ કાર્યક્રમ કરીને અનોખો વિરોધ કર્યો હતો.
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ત્રણ ચાર દિવસ પહેલા ખેડૂતે પોતાનો મગફળીનો પાક નિષ્ફળ થતાં મગફળીનો પાક બાળી નાખ્યો હતો અને ત્યાર બાદ અન્ય ખેડૂતે કપાસનો પાક નિષ્ફળ જતાં અને પાક વિમા મુદ્દે કપાસની સમાધિ લેવાંનો કાર્યક્રમ કર્યો હતો અને ખેડૂત અગ્રણી એવાં વિઠ્ઠલ ભાઈ હિરપરા સામાજિક અગ્રણી તથા ધોરાજી તાલુકા ખેડૂતો દ્વારા પાક વીમા મુદ્દે આવેદનપત્ર પાઠવવાયુ હતું તથા ત્યાર બાદ પણ અન્ય આગેવાનો ખેડૂત અગ્રણી દ્વારા પાક વીમા મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં છતાં નિષ્ફળ જતાં 700 કરોડના પેકેજ જાહેરાત કરી હતી. જો કે હજુ સુધી ખેડૂતો સુધી રાહતના રૂપિયા ન પહોંચતા ખેડૂતો નારાજ છે. જેને પગલે વાડી ખેતરોમાં વિરોધ પ્રદર્શિત કરવા માટે વાડી ખેતરોમાં સમાધિ લેવાનો કાર્યક્રમ યોજ્યો.
જુઓ VIDEO
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube