રાજકોટ: રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા સહિત 9 લોકો સામે છેતરપિંડની ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલમાં ટ્રસ્ટ બનાવ્યા બાદ સ્કૂલ બંધ થઈ જતા 12 કરોડ 96 લાખ રૂપિયા પરત નહીં આપતા પોલીસ કમિશનરને વકીલ દ્વારા અરજી કરાઈ હતી. જેથી ડી.કે.સખીયા સહિત 9 લોકો સામે છેતરપિંડીની ફરિયાદનોંધાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજીકર્તા સિદ્ધાર્થ કામદારે જણાવ્યું કે, ડી.કે.સખીયા તેમના પુત્ર જીતુ સખીયા, બિપીન સાવલીયા, અશોક ડોબરીયા, વિનોદ શેખલીયા, વિજય ડોબરીયા, સંજય ટીંબડીયા, વલભ શેખલીયા અને મનિષા ડોબરીયા વિદ્યા પ્રસારણના ટ્રસ્ટી છે. વર્ષ 2017માં શાળા કોલેજના સંચાલન માટે રૂપિયાની જરૂરીયાત હોવ અને પ્રવેશ થયા બાદ લોન પરત આપવાની વાત કરી હતી. ફરિયાદી સિદ્ધાર્થ કામદાર અને તેના પરિવારજનોએ કટકે કટકે તેઓના પર્સનલ ખાતામાંથી રૂ.1,29,60,000 બેંક દ્વારા ટ્રસ્ટના ખાતામાં ફેરવ્યા હતા જે રકમ ટ્રસ્ટીઓએ જૂનમાં ચૂકવી નથી. ટ્રસ્ટીઓએ હાથ ઉંચા કરી નાંખ્યા છે અને એક રૂપિયો પરત કર્યો નથી. સ્કૂલ પણ બંધ કરી દીધી છે.


દિનેશ બાંભણિયાની મુશ્કેલીમાં વધારો, સેશન્સ કોર્ટે ઈશ્યુ કર્યું  બિનજામીન પાત્ર વોરંટ