• આ સભામાં રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક દ્વારા કેટલીક ખેડૂતોલક્ષી જાહેરાત કરવામાં આવી હતી.

  • આ સાથે જ કેબિનેટ મંત્રી અને બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ 6 સ્કીમો લોન્ચ કરી


રક્ષિત પંડ્યા/રાજકોટ :સહકારી ક્ષેત્રે દેશભરમાં અવ્વલ દરજ્જાનું સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટ જિલ્લા સહકારી બેંકની વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી 61 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં બેંકના ચેરમેન અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા હાજર રહ્યા હતા. રાજકોટ અને મોરબી જિલ્લાના 8 સ્થળોએ વર્ચ્યુઅલ સાધારણ સભા યોજાઈ હતી. 31 માર્ચની સ્થિતિએ બેંકની થાપણ 5398 કરોડ, શેર ભંડોળ 66 કરોડ, રિઝર્વ ફંડ 518 કરોડ, ધિરાણ 3933 કરોડ અને રોકાણ 2951 કરોડ પહોંચ્યું. 


આ પણ વાંચો : સુપરસ્પ્રેડર્સ બન્યું અમદાવાદનું આ એપાર્ટમેન્ટ, 100 થી વધુ કેસ નોંધાયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષોથી બેંકનું નેટ એનપીએ '0' ટકા અને વસૂલાત 99 ટકા કરતા ઉપર રહ્યું છે. આ દરમિયાન વર્ષ 2019-20 ના વર્ષનો ચોખ્ખો નફો રૂપિયા 46.51 કરોડનો થયો હોવાનું જણાવ્યું હતું. જેમાં સદાસભોને 15 % ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે ચાલુ વર્ષે અકસ્માતે મૃત્યુ પામેલા 37 ખેડૂતોને રૂપિયા 10-10 લાખનો અકસ્માત વીમો આજે આપવામાં આવ્યો હતો. આ સભામાં રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક દ્વારા કેટલીક ખેડૂતોલક્ષી જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ કેબિનેટ મંત્રી અને બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ 6 સ્કીમો લોન્ચ કરી છે. 


આ પણ વાંચો : કરફ્યૂમાં વડોદરા પોલીસે માનવતા બતાવી, પગપાળા ચાલતા પરિવારને ઘરે પહોંચાડ્યો


કઈ કઈ 6 સ્કીમ લોન્ચ કરવામા આવી 


  1. રેગ્યુલર કે.સી.સી ધિરાણ લેતા ખેડૂતો માટે 2 લાખની 3 વર્ષની મુદત માટે નવી રોકડ શાખા યોજના

  2. ખેત ઓજાર જાળવણી યોજના 2 લાખમાં વધારો કરી 3 લાખ કરાઈ

  3. મધ્યમ મુદત ધિરાણ લેનાર ખેડૂતને 1 ટકા વ્યાજ રાહતની જાહેરાત, જિલ્લામાં ખેડૂતોને અંદાજીત વ્યાજ રાહત 12 કરોડ

  4. ખેતી વિષયક મંડળીઓના કર્મચારીઓ માટે રૂ. 1 લાખની નવી રોકડ શાખા યોજના અમલમાં મૂકી

  5. રાજકોટ અને મોરબી જિલ્લાની ખેતીવિષયક મંડળીઓને આર્થિક મજબૂત કરવા 2500 કરોડના કે.સી.સી ધીરણમાં માર્જિન 1 ટકાથી વધારી 1.25 ટકા કરવાની જાહેરાત, અંદાજીત 12.50 કરોડનો મંડળીઓને લાભ

  6. વિઠ્ઠલભાઈ રાદડીયા મેડિકલ સહાય યોજનાની જાહેરાત કરાઈ. સભાસદોને કિડની, કેન્સર, પત્થરી, પેરાલીસીસ, પ્રોસ્ટેજ, હાર્ટ એટેક તથા બ્રેઇન હેમરેજની સારવાર માટે 12 હજાર મેડિકલ સહાય અપાશે


આ પણ વાંચો : ઊલટી થઈ જાય તેવી maggi બનાવતી મહિલા પર ફૂટ્યો લોકોનો ગુસ્સો