ગૌરવ દવે/રાજકોટ :કોરોનાની બીજી વેવમાં શહેરોમાં કોરોના ધીરે ધીરે કાબૂમાં આવી રહ્યો છે. અનેક મોટા શહેરોમાં કેસો ઘટી રહ્યાં છે, પરંતુ ગામડાઓમાં સંક્રમણ વધી રહ્યું છે. શહેરનો કોરોના ગામડાઓ તરફ વળ્યો છે. હવે જિલ્લાઓમાં કેસ સતત વધી રહ્યાં છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ શહેરમાં કોરોના સ્થિતિ કાબૂમાં આવી રહી છે. પરંતુ બીજી તરફ જિલ્લામાં ત્રણ ગણો કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગ્રામ્યમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં 1 મેના 95 કેસ સામે આવ્યા હતા. જ્યારે 8 મેના રોજ 290 કેસ સામે આવ્યા. છે. તો બીજી તરફ, રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો હાલ 1289 એક્ટિવ કેસ છે. 


રાજકોટ જિલ્લા ના છેલ્લા 8 દિવસના આંકડા જોઇએ તો,


તારીખ               કેસ 


1                      95


2                     127


3                      127


4                      133


5                      170 


6                      169  


7                      110 


8                      290


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં 2844 કેસ અને 190 દર્દીઓના મોતનો આંકડો સામે આવ્યો છે. સૌરાષ્ટ્રમાં ઉંચો મૃત્યુઆંક ચિંતાજનક છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની મોટી છલાંગ જોવા મળી છે. અલગ અલગ જિલ્લામાં કોરોનાથી મોતના આંકડા પર નજર કરીએ તો....


  • રાજકોટ જિલ્લામાં 682 કેસ, 67 મોત 

  • જામનગર 643 કેસ, 63 દર્દીના મોત

  • અમરેલી 17, ગિરસોમનાથ 14

  • જૂનાગઢ 10 દર્દીના મોત...