ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ સહકારી ડેરીના દૂધ ઉત્પાદકો માટે રાહતના સમાચાર છે. રાજકોટમાં  દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો છે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આ નિર્ણય કરાયો છે. પ્રતિ કિલો ફેટે રૂ.10નો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટ દીઠ 770 રૂ. ચૂકવવામાં આવશે. 1 ફેબ્રુઆરીથી પશુપાલકોને નવો ભાવ ચૂકવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારા પગારની નોકરી છોડીને આ ખેડૂતે શરૂ કરી બાજરીની ખેતી, મોદી પણ કરી ચૂક્યા છે વખાણ


રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે આવતીકાલથી દૂધ મંડળીઓને કિલોફેટે 10 રૂપિયા ભાવવધારો આપવામાં આવશે.  હવે દૂધ મંડળીઓને કિલોફેટે 770 રૂપિયા ચૂકવવામાં આવશે. પશુ આહારના ભાવ અને મોંઘવારીને ધ્યાને લઇને ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ દૂધના ફેટમાં ભાવવધારો કર્યો હોવાનું સામે આવ્યું છે.


આસારામને મળી પાપની સજા : ગાંધીનગર સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી


અગાઉ રાજકોટ ડેરીએ 2022માં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો હતો. આથી જૂનો ભાવ 750 હતો જે વધીને 760 કરવામાં આવ્યો હતો જેમાં ફરી બીજી વખત વધારો જાહેર કરી 760 ના 770 રૂપિયા 1 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી ચુકવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 50 હજાર દૂધ ઉત્પાદકોને આ ભાવવધારાથી સીધો ફાયદો થશે.