રક્ષિત પંડ્યા/ રાજકોટ: રાજકોટ જીલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભા મળી હતી. આજ રોજ મળેલ સામાન્ય સભામાં રાજકીય દાવપેચ જોવા મળ્યા હતા. જિલ્લા પંચાયતની સામાન્ય સભામા અલગ અલગ છ સમિતીઓની રચના કરવામા આવી હતી જેમાં બે બે પ્રસ્તાવ મુકવામાં આવ્યા હતા અને કોંગ્રેસના બાગી સભ્યોનો હાથ ઉપર રહ્યો હતો. શાસક કોગ્રેસના 13 સભ્યો રહ્યા તો ભાજપ પ્રેરીત કોંગ્રેસના બાગી 22 સભ્યો રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ શાસિત રાજકોટ જીલ્લા પંચાયતમા માત્ર બે સભ્યો હોવા છતાં ભાજપ જીલ્લા પંચાયત કબ્જે કરવા માટે આંશિક સફળ થયુ છે. રાજકોટ જીલ્લા પંચાયતના કોગ્રેસના 20 સભ્યોને તોડવામાં ભાજપ સફળ થયુ છે. અલ્પાબેન ખાટરિયા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ આજે પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં કારોબારી સમિતિ , શિક્ષણ સમિતિ સહિત અલગ અલગ 6 સમિતીઓની રચના કરવામાં આવી હતી. દરેક સમિતિ માટે 2-2 પ્રસ્તાવ જોવા મળ્યા હતા જેમાં કોગ્રેસના બાગી સભ્યોનો હાથ ઉપર રહ્યો હતો. અલગ અલગ સમીતીઓની રચના સમયે કોંગ્રેસના સંતુષ્ઠ સભ્યો તરફી 13 સભ્યોએ ટેકો આપ્યો હતો તો બાગી જુથના સભ્યોએ 22 જેટલા સભ્યોએ ટેકો આપ્યો હતો. જ્યારે એક સભ્યની તબીયત લથડતા ડીસ્કોલીફાય કરવામા આવ્યા હતા અને આખરે તમામ સમિતિઓમા કોંગ્રેસના બાગી સભ્યોનો હાથ ઉપર રહ્યો હતો.

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સૌથી મોટું રાજકીય ઘમાસાણ, ભાજપી નેતાનું મોત


રાજકોટ જીલ્લા પંચાયતની કારોબારી સમયે મોટી સંખ્યામાં ભાજપ અને કોગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. આ સમયે ભાજપના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ભરત બોધરાએ દાવો કર્યો હતો કે આવતા દીવસોમાં હજી રાજકોટ જીલ્લાની ચાર તાલુકા પંચાયત પર ભાજપ કેસરિયો લહેરાવશે અને રાજકોટ જિલ્લાને કોંગ્રેસ મુક્ત બનાવવામાં આવશે. અજ્ઞાતવાસમાં ગયેલ સભ્યો કોંગ્રેસના એક હથ્થું શાસનના કારણે નારાજ હોવાથી તેને ભાજપે ટેકો આપ્યો હોવાનું પણ ડોકટર ભરત બોધરાએ જણાવ્યું હતું. 



રાજકોટ જીલ્લા પંચાયતમા ભાજપ પોતાનુ શાસન મળે તે માટે પ્રયાસો કરે છે તો કોગ્રેસ શાસન ટકાવી રાખવા માટે ઘારાસભ્યો ને મેદાનમા ઉતાર્યા છે.. કોગ્રેસ એ સૌરાષ્ટ્રના ચાર ઘારાસભ્ય બ્રીજેશ મેરજા, લીલીત કગથરા, લલિત વસોયા અને રુત્વીજ મકવાણાને મેદાને ઉતાર્યા છે.. આ સમયે બ્રીજેશ મેરજાએ કહ્યુ હતુ કે અમે કોગ્રેસ સાથે દગો કરનાર સભ્યોને નોટીસ ફટકારીશુ અને શા માટે તમામ ની સામે પગલા ન લેવા તે માટે ખુલાસો માંગવામાં આવશે જરૂર જણાયે સભ્યપદ પણ રદ કરવામા આવશે તેવું પણ જણાવ્યું હતું.. 


પ્રદેશ કોંગ્રેસ દ્વારા પાટીદાર અને કોળી સમાજને અન્યાય કર્યો હોવાથી સભ્યો કોંગ્રેસ પક્ષથી નારાજ હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ પક્ષાંતર ધારો લાગુ ન પડે તે માટે કોગ્રેસના બાગી સભ્યો કોંગ્રેસની સાથે હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આગામી મળનારી સામાન્ય સભામા જિલ્લા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થાય તો નવાઇ નહીં. ત્યારે આજ રોજ થયેલ રાજકીય દાવપેચ જોતા એવું કહી શકાય કે આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા પંચાયત પર ભાજપ પોતાનો કેસરિયો લહેરાવે તો નવાઈ નહીં.