રાજકોટમાં ડોક્ટરે જ મહિલા તબીબ પર આચર્યું દુષ્કર્મ, કહ્યું કોઇને કહીશ તો મારી નાખીશ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માસ્ટર ઓફ સર્જરીના ડોક્ટરે તેની સાથેથી સહ કર્મચારી ડોક્ટર પર ફરજ દરમિયાન રાત્રી દરમિયાન વોર્ડમાં જ દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી.
રાજકોટઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માસ્ટર ઓફ સર્જરીના ડોક્ટરે તેની સાથેથી સહ કર્મચારી ડોક્ટર પર ફરજ દરમિયાન રાત્રી દરમિયાન વોર્ડમાં જ દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી. 25 દિવસ પૂર્વેની ઘટનામાં પોલીસે શનિવારે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર ડોક્ટર સચિનસિંઘની ધરપકડ કરી તેને બે દિવસના રિમાન્ડ પર લીધો હતો.
ડોક્ટરે કહ્યું કોઇને કહીશ તો મારી નાખીશ
રાજકોટ મેડિકલ કોલેજમાં માસ્ટર ઓફ સર્જરીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ડોક્ટર યુવતીએ શનિવારે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં તેના સિનિયર ડોક્ટર યુપીના વતની અમદાવાદ નિકોલમાં રહેતા સચિનસિંઘ સંતોષકુમારસિંઘ સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલા તબીબે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.30ના રાત્રીના સમયે પોતે સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં ફરજ પર હતી અને ડોક્ટર રૂમમાં હતા ત્યારે તેનો સિનિયર ડોક્ટર સચિનકુમારસિંઘ આવ્યો હતો અને બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ બાદ આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.
તબીબોની કમિટીએ જવાબદાર તબીબ સામે પગલાં લીધા
ડો.સચિનસિંઘના કૃત્યથી સ્તબ્ધ બની ગયેલા મહિલા તબીબે આ અંગે તા.2ને સાતમને દિવસે આ અંગે મેડિકલ કોલેજના સર્જરી વિભાગના એચઓડી સમક્ષ સિનિયર તબીબે કરેલા દુષ્કર્મ અંગે લેખિત રજૂઆત કરી હતી. ઘટનાને ગંભીરતાથી લઇ તા.3ને આઠમને દિવસે મેડિકલ કોલેજમાં 10 તબીબોની બેઠક મળી હતી, જેમાં આરોપી સચિનકુમારસિંઘે ગુનાની મૌખિક કબૂલાત આપતા ડો.સચિનસિંઘને તાકીદે સસ્પેન્ડ કરી દેવાયો હતો, અને હોસ્ટેલમાંથી પણ રવાના કરી દેવામાં આવ્યો હતો. તબીબોની કમિટીએ જવાબદાર તબીબ સામે પગલાં લીધા બાદ મહિલા તબીબ અને તેના પિતાને પોલીસ ફરિયાદ નોંધાવવી હોય તો તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. પરંતુ પોલીસ અને કોલેજના લોકો કેસને દબાવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવું દેખાઇ રહ્યું છે.