રાજકોટઃ rajkot east Gujarat Chutani Result 2022: રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે.રાજકોટમાં 8 વિધાનસભા ક્ષેત્રો આવેલા છે, જેમાંનું એક છે રાજકોટ પૂર્વ. રાજકોટ 68 ઇસ્ટ વિસ્તારમાં એશિયાનું સૌથી મોટું ઈમિટેશન ઝવેલરીનું હબ છે અને તેને ગૃહ ઉદ્યોગોનો ગઢ માનવામાં આવે છે.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરૂએ હાર સ્વીકારી...

  • ભાજપના ઉમેદવાર ઉદય કાનગડને અભિનંદન પાઠવ્યા...

  • આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ સાબિત થઈ...

  • મેં આમ આદમી પાર્ટીમાં જઈને જોયું છે...

  • આમ આદમી પાર્ટીનો દેખાવ ગુજરાતના લોકોએ જોઈ લીધો...

  • હવે ક્યારેય લોકો તેને સ્વીકારશે નહિ...


રાજકોટ જિલ્લાનું ચિત્ર સ્પષ્ટ..
જિલ્લાની ૮ બેઠક પૈકી ૮ સીટો પર ભાજપનો વિજય નિશ્વત..
રાજકોટ પૂર્વ પર ઉદય કાનગડ
રાજકોટ પશ્વિમ પર દર્શિતા શાહ
રાજકોટ દક્ષિણ રમેશ ટીલાળા
ગોંડલ ગીતાબા જાડેજા
ધોરાજી ડો.મહેન્દ્ર પાડલિયા
જસદણ કુંવરજી બાવળિયા.
રાજકોટ ગ્રામ્ય ભાનુ બાબરિયા
જેતપૂર જયેશ રાદડિયાનો વિજય નિશ્વિત.


2022ની ચૂંટણી
આ વખતે ભાજપે મંત્રી અરવિંદ રૈયાણીની ટિકિટ કાપીને ઉદયકુમાર કાનગડને ટીકિટ આપી છે..ત્યારે આપમાંથી ઘરવાપસી કરેલા ઈન્દ્રનિલ રાજ્યગુરુને કોગ્રેસે ટીકિટ આપી છે...તો આપે રાહુલ ભૂવાને મેદાને ઉતાર્યા છે...


2017ની ચૂંટણી
વર્ષ 2017માં રાજકોટ પૂર્વ વિધાનસભા 68 બેઠક કોંગ્રેસના મિતુલ ડોંગા અને ભાજપના અરવિંદ રૈયાણીની ટક્કર થઈ હતી. જેમાં 22782 મતોની સરસાઈથી ભારતીય જમતા પાર્ટીના અરવિંદ રૈયાણીની જીત થઈ હતી.


2012ની ચૂંટણી
વર્ષ 2012માં રાજકોટ પૂર્વ વિધાનસભા 68 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને જીપીપી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં કોંગ્રેસ નાં ઇન્દ્રનીલ રાજયગુરુ 4286 મતોની લીડ સાથે જીત્યા હતા, જ્યારે ભાજપમાંથી કશ્યપ શુક્લ અને પ્રવીણભાઈ આંબલીયાને હારનો સામનો કરવો પડ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube