રાજકોટમાં આ વાનગી ખાવા લોકોની લાઈનો લાગે છે, દૂર દૂરથી આવે છે લોકો
Rajkot Famous Mahika Pudla : નાસ્તા માટે સૌરાષ્ટ્રવાસીઓની પહેલી પસંદ છે મહિકાના પુડલા... એકવાર ચાખશો તો રાજકોટના મહિકાના પુડલાના ફેન થઈ જશો
famous street food in rajkot : રંગીલુ રાજકોટ તેની ખાણીપીણી માટે સૌથી વધારે વખાણાય છે. અહી ખાસ દૂર દૂરથી લોકો ખાણીપીણી માણવા આવે છે. રેસિપીની ટ્વિ્સ્ટ કરીને પિરસવામાં રાજકોટવાસીઓની ગજબની પકડ છે. આજકાલ બધાને પિત્ઝાનો સ્વાદ લાગ્યો છે, પરંતું રાજકોટમાં મહિકાના પુડલાનો સ્વાદ એકવાર ચાખી લેજો તો જિંદગીમાં કોઈ દી પિત્ઝા નહિ ખાઓ. મહિકાના પુડલા એટલે રાજકોટની શાન. રાજકોટમાં મહિકાના પુડલા ખાવા માટે લોકોની લાઈનો લાગે છે.
રાજકોટમાં શિયાળો જામે એટલે લોકો મહિકાના પુડલા ખાવા લાઈનો લાગે. રાજકોટના મહિકા ગામ પરથી મહિકા પુલડાનું નામ પડ્યું છે. અહી સૌથી પહેલા પુડલા બન્યા હતા. તેના બાદ ધીરે ધીરે રાજકોટમાં આ પુડલા બનાવવાની શરૂઆત થઈ. રાજકોટમાં શિયાળો પડે એટલે ગરમાગરમ પુડલા ખાવા લોકો ઉપડી જાય. એક પુડલો ખાઓ એટલે પેટ ભરાઈ જાય.
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર : સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
આ પુડલા મહિકાના પુડલા તરીકે જ પ્રખ્યાત છે. રાજકોટમાં અનેક જગ્યાએ મહિકાના પુડલા મળે છે. મહિકાના આ પુડલા ચણાનો લોટ, આદુ, લસણ, મરચાં, કોથમરી અને લીલું લસણ નાખીને બનાવવામાં આવે છે. પુડલાની સાથે તમે જલેબી અને ગિરનારી ખીચડી પણ પિરસવામાં આવે છે. સાથે દહીં, જલેબી, ડુંગળીનું સલાડ અને છાશ પીરસવામાં આવે છે.
એકવાર જ પુડલાનો સ્વાદ ચાખી લે, તે પિત્ઝાનો સ્વાદ પણ ભૂલી જાય. રાજકોટમાં શિયાળાની ઋતુમાં તો 400-500 ડિશ રોજનું વેચાણ થાય છે. રવિવારે તો પુડલા ખાવા જાઓ તો લોકોની ભીડ મળી રહે છે.
આજકાલ તો લગ્નના મેનુમા પણ મહિકાના પુડલાનો સમાવેશ કરવામાં આવે છે.
અનંત અંબાણીના આ શબ્દો દિલ જીતી લેશે, પ્રી-વેડિંગ પહેલા રાધિકા માટે કહી દિલની વાત