દિનેશ ચંદ્રવાડીયા, ઉપલેટાઃ પહેલા વરસાદ ખેંચાતા સમસ્યામાં આવેલા ખેડૂતો હવે ભારે વરસાદ બાદ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ખેડૂતોની સ્થિતિ વધુ ચિંતાનજક છે. ભારે વરસાદે ખેડૂતોના પાકોનું ધોવાણ કરેલ છે. મગફળી અને સોયાબીનના પાકનું મોટું ધોવાણ થયેલ છે. થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં અનાવૃષ્ટિ  દુષ્કાળ સ્થિતિ જેવી હાલત હતી પરંતુ છેલ્લા દિવસોમાં વરસી રહેલા વરસાદે અહીં અતિ વૃષ્ટિ જેવી હાલત કરી  નાખી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામના ખેડૂતો માટે તો અતિ વરસાદ હાલ મુશ્કેલી સર્જી છે. અહીં સતત વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. હજારો વીઘા જેટલા વિસ્તારમાં પાક ધોવાણ સાથે મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, જેમાં ખેડૂતોએ વાવેલ મગફળી, સોયાબીનના પાકને મોટી નુકસાની ગઈ છે અને ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લા અને તાલુકામાં ગત અઠવાડિયે વરસેલા સતત વરસાદ ખડૂતો માટે મુશ્કેલી સમાન બની ગયો છે. ત્યારે ધોરાજી તાલુકાના ફરેણી ગામના ખેડૂતો માટે તો આ વરસાદ આફત સમાન બની ગયો છે. ગત અઠવાડિયે વરસેલા વરસાદે ખેડૂતોને પરેશાન કરી નાખ્યા છે. સતત ભારે વરસાદને કારણે ખેડૂતોના  ખેતરોમાં પાણી ભરાઈ ચુક્યા છે અને ખેડૂતોએ વાવેલ મગફળી અને સોયાબીન જેવા પાકોનું ધોવાણ થઇ ગયું છે. સતત પાણીમાં રહેવાને કારણે મગફળીના છોડ સડવા લાગ્યા છે સાથે સતત પાણીમાં રહેવાને કારણે મગફળીમાં બેસેલ સુયા અને પોપટા પણ ફરી ઉગવા લાગતા મગફળીના પાકને નુકસાન જઈ રહ્યું છે, જયારે સોયાબીનના પાકમાં સોયબીનનો પાક પણ નિષફ્ળ ગઈ રહ્યો છે, સાથે સાથે સતત વરસાદને લઈને અહીંની જમીનમાંથી રેસ ફૂટી રહ્યાં છે. જેને લઈને હવે જમીનમાંથી પાણી બહાર આવી રહ્યું છે જે સ્થિતિ પાક માટે ખુબજ ખરાબ છે. હાલ તો ફરેણીની હજારો વીઘા જેટલા વિસ્તારના ખેતરોમાં ધોવાણ થયું છે અને ખેડૂતો હાલ આ વરસાદથી ત્રાહિમામ થઇ ગયા છે.


આ પણ વાંચોઃ રાજકોટમાં નકલી લેબોરેટરી ઝડપાઈ, BCA ની ડિગ્રી મેળવી આરોપી ચલાવતો હતો લેબ


ધોરાજી તાલુકાના ફરેણી ગામના ખેડૂતોની હજારો વીઘા જમીનના પાકનું ધોવાણ સામે આવી રહ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા આવતી રવિ સીઝન અને ખરીફ પાકના વાવેતર માટે સરકાર પાસે તેઓના ખેતરોના ધોવાણનો સર્વે કરીને તાત્કાલિક  વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, અને અહીંના પાકના ધોવાણ અને નુકસાનનો સર્વે કરવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે. આવતી રવિ સીઝન અને ખરીફ પાકના વાવેતર માટે ખેડૂતો સહાયની માગ કરી રહ્યાં છે. 


ખેડૂતો માટે તો વરસાદ આવે તો પણ મોટી મુશ્કેલી અને ના આવે તો પણ મુશ્કેલી. હાલ તો ખેડૂતો અતિવૃષ્ટિનો સામનો કરી રહ્યા છે જે જોતા લીલો દુષ્કાળ સ્પષ્ટ દેખાય છે ત્યારે હાલની પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની વહારે આવે અને મદદ કરે તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube