અનોખી રીતે મરચાંની ખેતી કરીને ગુજરાતના ખેડૂતે કમાલ કરી દીધી! તમે પણ આ રીતે બની શકો છો માલામાલ!
રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના પડવલા ગામના વિચારશીલ ખેડૂતે મરચાની ખેતી કરીને મબલખ કમાણી કરી છે. અહીં મુખ્યત્વે ખરીફ સીઝનમાં કપાસ, ડુંગળી, મગફળી, ધાણા, ડાંગર અને રવિ સીઝનમાં ઘઉંનું મબલક પ્રમાણમાં વાવેતર થતુ હોય છે.
રાજકોટ: ગુજરાતના ખેડૂતો હવે ખેતીમાં નવા પ્રયોગો કરી રહ્યાં છે. આત્મનિર્ભર બની રહેલા ગુજરાતના ખેડૂતો હવે ખેતીમાં કંઈક નવુ કરવા માંગે છે. આવું જ કંઈક પડવલાના ખેડૂતે કર્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પડવલા ગામના 43 વર્ષીય ખેડૂત કિરણ રતિલાલ બરોચિયાએ મરચાંની સફળ ખેતી કરી એક નવો ચિલો ચિતર્યો છે.
રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના પડવલા ગામના વિચારશીલ ખેડૂતે મરચાની ખેતી કરીને મબલખ કમાણી કરી છે. અહીં મુખ્યત્વે ખરીફ સીઝનમાં કપાસ, ડુંગળી, મગફળી, ધાણા, ડાંગર અને રવિ સીઝનમાં ઘઉંનું મબલક પ્રમાણમાં વાવેતર થતુ હોય છે. તેવામાં પડવલા જેવા નાના ગામડામાં રહેલા કિરણ રતિલાલ બરોચિયાએ ગત જુલાઈ મહિનામાં (01-07-2022) મરચાંનું વાવેતર કરી સફળ ખેતી કરી છે અને બમ્પર ઉત્પાદન મેળવી રહ્યાં છે. સૌ પ્રથમ તો તેમણે જુલાઈ મહિનામાં મરચાનું ધરું વાવ્યું હતું, એકાદ મહિનામાં ધરું તૈયાર થઈ ગયા બાદ તારીખ 01-08-2022ના રોજ 12 વીધા જમીનમાં મરચાની ખેતી કરી હતી.
કિરણ રતિલાલ બરોચિયાઈએ પરંપરાગત ખેતી તો કરે જ છે, પરંતુ કંઈક નવું કરવાના ધ્યેય સાથે તેમણે પોતાના 12 વીધા જમીનમાં મરચાંની ખેતીનો નવતર પ્રયોગ કર્યો છે. તેઓ હાલ 1 વીઘે 30 મણ મચ્ચાનું ઉત્પાદન કરી રહ્યા છે, એટલે કે 12 વીઘા મરચામાં 360 મણ મરચાનું ઉત્પાદન લઈ લીધું છે અને હજું પણ 25-30 મણ મચ્ચું થાય તેવી તેમને આશા છે. તેઓએ અત્યાર સુધી લાખો રૂપિયાનું ઉત્પાદન કર્યું છે.
કિરણ રતિલાલ બરોચિયાઈ પોતાની સફળ મરચાની ખેતી માટે જણાવે છે કે તેઓએ પોતાના ગામમાં સૌ પ્રથમ મરચાની ખેતી કરીને અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પુરું પાડ્યું છે. અને તેમના લીધે અન્ય ખેડૂતો પણ મરચાંની ખેતી તરફ વળ્યા છે. તેમણે સફળ મરચાની ખેતી માટે જણાવ્યું કે તેઓએ પોતાના ખેતરમાં મલ્ચિંગ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. એટલે કે ખેતરમાં પારા પર પ્લાસ્ટિકના કવરથી ઢાંકવામાં આવે છે અને ત્યારબાદ તેમાં છિદ્ર પાડીને મરચ્ચાનો ધરુંની વાવણી કરવામાં આવે છે. આ પદ્ધતિથી તેમણે રાસાયણિક ખેતી કરીને મરચાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કર્યું છે. તેમણે જણાવ્યું કે મરચાની ખેતીમાં તેમણે એક વીધે 40000નો ખર્ચ થાય છે, પરંતુ સામે ઉતારો પણ સારો મળી રહ્યો છે. આ પ્રગતીશીલ ખેડૂતને તાલુકા અને જિલ્લામાં પણ ખુબ નામના મળી છે.
મહેસાણાં કિંગ
ગુજરાતમાં સૌથી વધું મરચા મહેસાણામાં પાકે છે. બીજા નંબર પર દાહોદમાં 1305 હેક્ટરમાં 2375 ટન મરચા પેદા થાય છે. ત્રીજા ક્રમે સુરેન્દ્રનગરમાં 1118 હેક્ટરમાં 2236 ટન મરચા પાકે છે. તાપી ચોથા નંબર પર છે જ્યાં 1205 હેક્ટરમાં 2109 ટન સુકા મરચા પાકે છે. 5માં નંબર પર રાજકોટ-ગોંડલ આવે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગોંડલ સૂકા તીખા મરચા માટે પહેલેથી વખણાય છે. દેશમાં ગોંડલના મરચાનો સ્વાદ અને અનોખી સોલમના કારણે વખણાતું હતું. દેશી મરચું ઉગાડાતું હતું, પણ હવે એવું રહ્યું નથી. અહીં અસલી ગોંડલ મરચૂં હવે પેદા થતું નથી. 10 વર્ષમાં અહીં ગોંડલનું મરચું બહું ઓછું રહ્યું છે. જે ઉગાડાય છે તે નવા સંશોધીત તીખા અને વધું ઉત્પાદન આપતાં મરચા પેદા કરવામાં આવે છે. અહીં જાત – વેરાયટી 002, 035, 702, 735, રેવા, શાનિયા, દેશી રેશમપટ્ટા જેવી 20 વેરાયટીઓ-જાતનું વાવેતર. બે વર્ષથી કાશ્મિરી મરચાનું વાવેતર થવા લાગ્યું છે. રોજનું 2500 ભારીનું વેચાણ થાય છે. ગુજરાત બહારના વેપારીઓ આવે છે.
ગોંડલમાં 5 ટકા પાક
એવી માન્યતા રહી છે કે ગોંડલ મરચા માટે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. પણ એવું નથી. સમગ્ર ગુજરાતમાં પાકતા કુલ મરચાના 9 ટકા જ રાજકોટ જિલ્લામાં પાકે છે. તેનો મતલબ કે આખા ગુજરાતના 22051 ટન મરચામાંથી 5 ટકા લેખે ગોંડલમાં 1100 ટનથી વધું મરચા પાકતાં નથી.
દવા બને છે
મરચાંમાં રહેલાં કેપ્સાસીન તત્વ હોય છે. જે શરીરના દુ:ખાવામાં રાહત આપે છે. વિશ્વની સૌથી તીખી જાત ભૂત જોલેકિયામાંથી દર્દશામક દવા બને છે. મરચાનો રંગ અલગ કરીને તેનો ઉપયોગ થાય છે.
ભારતમાં ક્યાં થાય છે ઉલ્ટા મરચાની ખેતી?
બર્ડ આઈ મરચાની મોટાભાગની ખેતી મેઘાલય, આસામ અને કેરળમાં થાય છે. મેઘાલય અને આસામ ભારતમાં મરચાની વિશાળ શ્રેણી માટે જાણીતા છે. ઉદાહરણ તરીકે, બુટ જોલોકિયા મરચું તેના ઉચ્ચ તીવ્ર સ્વાદ માટે જાણીતું છે અને આ પ્રદેશોમાં તેની ખેતી કરવામાં આવે છે. બર્ડ આઈ મરચાં પણ સામાન્ય રીતે આ ત્રણ રાજ્યોમાં ઉગાડવામાં આવે છે અને તે સમગ્ર દેશમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આ મરચાની ખેતી પણ સામાન્ય મરચા જેવી છે. આ મરચાં ઉગાડવા માટે કંઈ નવું શીખવાની જરૂર નથી.
બર્ડ આઈ મરચાંની ખેતી કઈ રીતે કરી શકાય?
બર્ડ આઈ મરચાં એ સ્વદેશી જાત છે. આ મરચું દેશના ઘણા ભાગોમાં ખૂબ જ સહિષ્ણુ છે. હા, તે ખૂબ વરસાદ અને ગરમીમાં ઉગાડવામાં સક્ષમ નથી. આ મરચું મોસમી છે, પરંતુ યોગ્ય સિંચાઈથી તે આખું વર્ષ ઉગાડી શકાય છે. આનાથી ખેડૂતોને આખા વર્ષ દરમિયાન સતત આવક મેળવવાની તક મળે છે. એક રીતે બર્ડ આઈ ચિલી દેશ માટે બારમાસી છોડ છે. બજારમાં ઉપલબ્ધ સામાન્ય મરચાં અને હાઈબ્રિડથી વિપરીત, બર્ડ્સ આઈ ચિલી અથવા કંઠારી મરચું એ બારમાસી છોડ છે, જે 6 વર્ષથી વધુ જીવે છે. તેની ઉપજ સતત 4 વર્ષ સુધી સારી રહે છે. એકવાર વાવેતર કર્યા પછી તે 4-5 મહિના પછી ઉપજ આપવાનું શરૂ કરે છે.