નરેશ ભાલીયા/જસદણ : વ્યાજના વિષ ચક્કરમાં ઘણા પરિવારો બરબાદ થઇ રહ્યા છે તેમ છતા પણ રેઢીયાળ તંત્રના દોષે વ્યાજખોરો બેફામ બની રહ્યા છે. જસદણમાં હજુ છેતરપીંડીથી એક ફોટોગ્રાફરે જીવન ટૂંકાવ્યું તેની ઘટનાની સ્યાહી સુકાઇ નથી ત્યાં જ જસદણમાં એક પિતા પુત્રે સાથે ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. વ્યાજખોર અને કોણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેન સંકટ બાદ મેડિકલની ઓછી સીટ બાબતે લોકોમાં જાગૃતિ આવતા જ નેતાઓ મીઠડા થવા માટે...


જસદણના શ્રીનાથજી ચોકમાં રહેતા અને કોલેજીયન હેર આર્ટના નામે સલૂનનો ધંધો કરતા રમેશભાઈ દેસાભાઈ બડમલીયા(ઉ.વ.52) અને તેનો પુત્ર સતીષ(ઉ.વ.25) બપોરના ત્રણ વાગ્યા આસપાસ બાઈક લઈને ઘરેથી નીકળી ગયા હતા. બાદમાં બન્ને પિતા-પુત્ર સાથે તાલુકાના કોઠી ગામ નજીક એક નાળા નીચે જઇને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ રમેશભાઈએ તેમના મોટાભાઈના દીકરા અને તેના ભત્રીજા નીરવને ફોન કરીને જણાવ્યું કે, આપડા છેલ્લા રામ-રામ છે અમે દવા પી લીધી છે. કોલ બાદ નીરવભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બન્નેને તત્કાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. 


GUJARAT CORONA UPDATE: કોરોનાના 96 નવા કેસ, 237 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી


જસદણ શહેરમાં વાળંદ તરીકે કામ કરતા અને કોલેજીયન હેર સલૂનની દુકાન ધરાવતા રમેશભાઈ અને સતીષે પોતાની જરૂરિયાત હોવાથી તેઓએ અલગ અલગ 9 લોકો પાસેથી વ્યાજે રૂપિયા ઉઠાવ્યા હતા. આ ઉપરાંત જરૂરિયા હોવાના કારણે તથા પૈસા મળી નહી રહ્યા હોવાના કારણે ઉંચા વ્યાજે નાણા ઉઠાવ્યા હતા. તે રકમ પરત કરવા માટે પૂરતી કમાણી થતી નહોતી. આ ઉપરાંત સતત લોકડાઉન અને દુકાન બંધ રહેતા વ્યાજનું પણ વ્યાજ ચડતું જતું હતું અને રકમ મોટીને મોટી થતી જતી હતી. જેના પગલે બાપ દિકરાની સ્થિતિ કફોડી બની હતી. આ ઉપરાંત નાણા નહી ચુકવી શકવાના કારણે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી શરૂ થઇ હતી. બંને પિતા પુત્રએ આખરે આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો.


આ મામલતદારોનો નહી પરંતુ હપ્તેબાજ અધિકારીઓ અને ખનનમાફીયાઓનો વિરોધ છે: મનસુખ વસાવા


ઘટના અંગે માહિતી મળતાની સાથે જ જસદણ પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત વ્યાજખોરોને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. જેમાં પિતા પુત્રએ કરેલી આત્મહત્યા પાછળ 9 જેટલા લોકો સતત વ્યાજ માટે ત્રાસ આપતા હોવાનું કારણ જાણવા મળ્યું હતું. આ 9 લોકોના કોલ રેકોર્ડિંગ પણ તેના મોબાઈલમાંથી મળી આવ્યા હતા. જેના આધારે જસદણ પોલીસે તપાસ હાથ ધરી હતી. જે મુજબ 9 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી છે. 


વાંકાનેરને દુલ્હનની જેમ સજાવાયું, વિન્ટેજ ગાડીઓનો ઠઠ જામ્યો, કારણ જાણીને તમે પણ થશો આશ્ચર્યચકિત


વ્યાજખોરોનાં નામ સામે આવ્યા...
* મોહમ્મદ ઉફ્રે હુસેન જીણાભાઇ રાઠોડ
* સલીમ હબીબ મીઠાણી
* જયરાજ બહાદુર ચાવડા
* સત્યજિત ઉર્ફે સતુ વાળા
* ગૌતમ ભાભલુ ધાંધલ
* ઉદય અશોક ધાંધલ
* પોપટ અરજણ સુસરા


રાજકોટમાં યુવકે કહ્યું હોટલમાં મળ તો ખરી તને મોજ આવી જશે એવું કામ કરવાનું છે પણ પછી...


મૃતકોના ધંધાની દુકાને આવીને ગાળાગાળી કરતા, અને સતત ધમકી આપતા આપતા 9 વ્યાજખોરો પૈકી 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જસદણ પોલીસે ઉપરોક્ત તમામ આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી હતી જે પૈકી 3 આરોપી પોપટ રજન સુસરા અને મહીપત રાણા અજાણાને, સલીમ મીઠાણીને પકડી પડ્યા હતા. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


પિતા બન્યો હેવાન, નાની દીકરી સાથે દુષ્કર્મ કરીને ધમકાવી, ‘જો કોઈને કહેશે તો જાનથી મારી નાંખીશ’


જો કે ઝડપાયેલા વ્યાજખોર આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. જો કે બંને માથાભારેની છાપ ધરાવે છે અને તેઓનો મુખ્ય ધંધો વ્યાજખોરીનો જ હોવાનું સામે આવ્યું છે. ઉંચા વ્યાજે રકમ આપીને લોકોને ચૂસવાનો કામ કરે છે. હાલ તો ઝડપાયેલા બંન્ને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube