75 હજારના પગારદારનો 7થી 8 કરોડનો બંગલો! જુઓ રાજકોટમાં કેવા કેવા ભ્રષ્ટાચારીઓ ભર્યા છે...???
Rajkot Fire Case: TPO એમડી સાગઠિયાની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી છે. આગામી સમયમાં TPO એમ. ડી. સાગઠિયાની મુશ્કેલીઓ વધી શકે છે. જી હા... યુનિવર્સિટી રોડ પરની સોસાયટીમાં TPO એમ. ડી. સાગઠિયાનો નવો બંગલો બની રહ્યો છે. અંદાજિત 7થી 8 કરોડનો સાગઠિયાનો બંગલો બની રહ્યો છે. જેના કારણે તેઓ વિવાદમાં ફસાયા છે.
Rajkot Fire Case: રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગેમઝોન અગ્નિકાંડ મામલે જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ સામે આકરી કાર્યવાહી શરૂ થઈ છે. નવા પોલીસ કમિશનરે ગઈકાલે ચાર્જ સંભાળતાની સાથે જ એક્શન શરૂ કર્યા છે. મહાનગરપાલિકાના ચર્ચાસ્પદ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠિયા ઉપરાંત ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા તથા પીજીવીસીએલના નાનામૌવા સબડીવીઝનના ડેપ્યુટી ઈજનેર એસ.કે. ચૌહાણને ક્રાઈમ બ્રાંચે ઉપાડી લઈ પુછપરછ શરૂ કરતા સરકારી અધિકારીઓમાં સોપો પડી જવા પામ્યો છે. એમ. ડી. સાગઠિયાની 30 કલાકથી પૂછપરછ ચાલી રહી છે.
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે 28 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ શરૂ કરાઈ છે. TPO એમ. ડી. સાગઠીયાની પણ પૂછપરછ ધરાઈ છે. રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠીયાની અને પરિવારની કરોડોની મિલ્કત હોવાની ચર્ચા ઉઠી છે.
એમ ડી સાગઠીયાની રાજકોટ, ગોંડલ, વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાની ચર્ચા છે. જેતપુર રાજકોટ નેશનલ હાઇ-વે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધા વાળું ફાર્મ હાઉસની કામગીરી પણ ચાલુ છે. હાઇ-વે પર આવેલ ફાર્મ હાઉસ તેમના પરિવારનું હોવાની ચર્ચા છે. ટીપીઓ એમ. ડી સાગઠીયા તેમજ તેમના પરિવારની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલપંપ, બંગલા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 50 હજારથી 60 હજાર પગારદાર પાસે તેમના પરિવાર પાસે આટલી સંપત્તિ આવી ક્યાંથી તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. એસીબી દ્વારા ગેમઝોન કાંડમાં સડોવાયેલ અધિકારીની સંપત્તિની તપાસ કરવામાં આવે તો અનેક બેનામી વ્યવહાર મળી આવે તેવી શકયતા છે.
'8 કરોડ રૂપિયા ભેગા કરવા માટે 88 વર્ષ નોકરી કરવી પડે'
TPO એમડી સાગઠિયાની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી છે. આગામી સમયમાં TPO એમ. ડી. સાગઠિયાની મુશ્કેલીઓ વધી શકે છે. જી હા... યુનિવર્સિટી રોડ પરની સોસાયટીમાં TPO એમ. ડી. સાગઠિયાનો નવો બંગલો બની રહ્યો છે. અંદાજિત 7થી 8 કરોડનો સાગઠિયાનો બંગલો બની રહ્યો છે. જેના કારણે તેઓ વિવાદમાં ફસાયા છે. ભ્રષ્ટાચારી સાગઠિયા મહિને 75 હજાર રૂપિયાનો પગાર રળે છે. તો 8 કરોડ રૂપિયા ભેગા કરવા માટે સાગઠિયાને 88 વર્ષ નોકરી કરવી પડે. તેમ છતાં તેઓ ભ્રષ્ટાચારના રૂપિયાથી 7થી 8 કરોડ કમાઈને બંગલો બનાવી રહ્યા હોવાની વાતો વહેતી થઈ છે.
બીજી બાજુ, આ ભ્રષ્ટાચારી બાબુનાં પાડોશી મંત્રી ભાનુબેન બાબરિયા છે અને તેમની બાજુમાં જ TPO એમ. ડી. સાગઠિયાનો નવો બંગલો બની રહ્યો છે. આ ભ્રષ્ટાચારની પોલ ખૂલ્યા બાદ રાજકોટમાં કેવા કેવા ભ્રષ્ટાચારીઓ ભર્યા છે તે જુઓ...TPO એમ. ડી. સાગઠિયાના પાડોશીઓ પણ કહી રહ્યા છે કે સાગઠિયા મહાભ્રષ્ટાચારી છે. કરોડો રૂપિયાની મિલકતો વસાવી હોવાનો સાગઠિયા પર આરોપ લાગ્યો છે.