Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના નાનામવા રોડ પર TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 27 જિંદગીઓ બળીને ભડથું થઈ ગઈ. દિવ્યાંગના પરિવારજનોની આંખમાંથી બે મહિના બાદ પણ આંશુ સુકાતા નથી. 27 જિંદગીઓ ભરખી જનાર TRP ગેમઝોનના મુખ્ય માલીક પ્રકાશ જૈનને તો આગમાં જ મોત મળ્યું. 25 તારીખે જ યુવરાજસિંહ અને મેનેજર નીતિન જૈનની પોલીસે ધરપકડ કરી. બે મહિના જેટલો સમય વિત્યો નીતિન જૈનનો પરિવારની દારુણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. નીતિન જૈનના પત્નીએ કહ્યું, 'આગ લાગી ત્યારે સાંજે ઘરે આવ્યા અને પાણી પી નીકળી ગયા, જેલમાં પણ 15 દિવસે એક જ વખત મળવા દે છે. ઘરની પરિસ્થિતિ દારુણ છે દીકરીએ અભ્યાસ છોડી દીધો અને નોકરી કરે છે અને હું બીજાના ઘરની રસોઈ કરવા જાવ છું' જેલમાંથી વહેલા મુક્ત થાય તે માટે માનતા રાખી છે.


  • 15 દિવસે એક જ વખત જેલમાં થાય છે મુલાકાત

  • 60 દિવસ પહેલા આગ લાગી ત્યારે ઘરે આવ્યા પાણી પી જતા રહ્યા

  • દીકરી અભ્યાસ છોડી નોકરી કરે અને હું ઘરકામ કરવા જાવ છું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી મેનેજર નીતિન જૈનનો પરિવાર રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ જલારામ પ્લોટ-2માં ઉમિયા ચોક ખાતે બંધ શેરીમાં ભાડાના મકાનમાં રહે છે. 1BHK મકાનમાં રહેવા તે રૂપિયા 7 હજાર માસિક ભાડું ચૂકવે છે. આરોપી નીતિન જૈનના પરિવારમાં પત્ની, પુત્રી અને પુત્ર છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની છે. નીતિન છેલ્લાં 12 વર્ષથી જ્યારે પત્ની અને દીકરી છેલ્લાં 10 વર્ષથી રાજકોટમાં રહે છે. રાજસ્થાન થી રાજકોટ આવ્યા બાદ અલગ અલગ ધંધા કર્યા પણ વ્યવસ્થિત ચાલતા નહિ. છેલ્લા દોઢ વર્ષથી નીતિન જૈન TRP ગેમઝોનમાં 30 હજારના પગાર પર મેનેજર તરીકે નોકરીએ લાગ્યો હતો. આરોપી નીતિન જૈનના પત્નીએ કહ્યું, ''નીતિનનો સંપર્ક પ્રકાશ જૈન સાથે હતો જેથી ઓળખતા હતા અને તેમની ઓળખાણ હોવાથી TRP ગેમ ઝોનમાં ટિકિટ સંચાલનની જવાબદારી આપી મેનેજર તરીકે નોકરી પર રાખ્યા હતા. માસિક રૂપિયા 30,000 પગાર આપવામાં આવતો હતો. ત્યાં અન્ય શું કામ કરતા એ અંગે ઘરે કોઈ ચર્ચા કરતા નહિ. દરરોજ રાત્રે તેઓ કામ પરથી પરત દોઢ-બે વાગ્યે ફરતા હતા.'


ગમે ત્યારે ગુજરાતના આ બે જિલ્લામાં આવશે પૂર, નદીઓ ગાંડીતૂર બની, ભયજનક સપાટી વટાવી


નીતિન જૈનના પત્નીએ પોતાની આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, '25 મે, 2024ના ગેમઝોનમાં આગ લાગી એ સમયે સાંજે ઘરે આવ્યા હતા. માત્ર 5 મિનિટ ઘરે આવી પાણી પી નીકળી ગયા હતા. 60 દિવસ જેટલો સમય વીતી ગયો. ઘરની ખરાબ પરિસ્થિતિ છે. દીકરીએ કોલેજનો અભ્યાસ છોડી દીધો છે અને નોકરી કરવા લાગી છે. જ્યારે હું બીજાના ઘરે રસોઇ બનાવવા જાવ છું. પુત્ર 11 વર્ષનો છે એ શું મદદ કરી શકે.'' TRP ગેમઝોનના સંચાલકમાંથી કોઈ અમારી શું પરિસ્થિતિ છે તે પૂછવા પણ આવ્યું નથી. 


જેલમાં સુનમુન રહે, કાંઈ બોલતા નથી
નીતિન જૈનના પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, 60 દિવસ જેટલો સમય થયો. નીતિન તો મેનેજર તરીકે નોકરી કરતા હતા. અકસ્માત થયો તો તેનો શું વાંક ? જેલમાં મળવા જાવ છું તો 15 દિવસે 1 વખત જ મુલાકાત કરવા દે છે. જેલમાં અંદરની પરિસ્થિતિ અંગે કોઈ જ વાત કરતા નથી તે સુનમુન જ હોઈ છે. ઘરની પરિસ્થિતિ અંગે તે જાણે છે જેથી તે ઘરનું ટિફિન જમવાને બદલે જેલનું જ ભોજન લે છે. દીકરા-દીકરી વિશે વાત થાય તો તેને ટેનશન ન આવે તેવુ કહે છે. અમારી પાસે વકીલની ફી ભરવાના પણ પૈસા નથી તો કેમ વકીલ રાખવો.


જેલ કે આગ વિષે પૂછતાં જ મૌન રહે છે નીતિન જૈન
''મારી દીકરી કોલેજમાં અભ્યાસ કરતી હતી. પરંતુ આવું થયા પછી તેણીએ કોલેજ છોડી દીધી છે અને નોકરી કરવા લાગી છે. તેમાંથી મકાનભાડું ભરાઈ જાય છે." આ શબ્દો છે નીતિન જૈનના પત્નીના. જેલમાં કેદ નીતિન જૈનની પત્ની કહે છે કે, નીતિનને બાળકોની ચિંતા રહે છે. તેઓ જલદી બહાર આવી જાય એવી અમે માનતા પણ રાખી છે. આગ લાગી એ સમયે પાણી પીવા આવ્યા અને નીકળી ગયા હતા. આમેય એ નોકરીની વાત ઘરમાં કરતા જ નહીં અને જેલની કે આગની વાત જ નથી કરતા કેમ કે એ જાણે છે ઓલરેડી પરિવાર તકલીફમાં છે.


રાજકોટ આગકાંડની ચાર્જશીટની અંદર શું? 15 આરોપી, 365 નિવેદન, કોઈ હોસ્ટાઈલ નહિ થઈ શકે