રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે આગની દર્દનાક ઘટના ઘટી તેણે આખા ગુજરાત સહિત દેશને હચમચાવી દીધો છે. 27 જેટલા લોકો જીવતા ભૂંજાઈ ગયા અને હાથમાં આવ્યા કોલસા જેવા મૃતદેહો. એ હદે મૃતદેહોની હાલત ખરાબ હતી કે ઓળખ માટે ડીએનએનો આશરો લેવો પડ્યો. હવે આ દર્દનાક ઘટના અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે જાણીને તમે પણ ચોંકી જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોંકાવનારો ઘટસ્ફોટ
રાજકોટના આગકાંડ મામલે જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તે મુજબ ગેમઝોનમાં નવું સ્નોપાર્ક બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ઉપર જવા અને નીચે ઉતરવા માટે 4થી 5 ફૂટની એક સિડી હતી. ફાયર સિસ્ટમ તો હતી પરંતુ પાણીનું કનેક્શન જ નહતું. સ્નો પાર્ક બનાવવાનો હોવાથી મોટાપાયે ફોર્મ શીટનો જથ્થો અને પ્લાયવુડ ત્યાં પડ્યા હતા. અત્રે જણાવાનું કે ગેમઝોનમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી અને આ બધી સામગ્રીના કારણે ગેમઝોનમાં આ ભીષણ આગ લાગી હતી. 


વાયરલ વીડિયોએ પોલ ખોલી!
દર્દનાક ઘટના પહેલાનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે સ્નોપાર્ક માટે કામગીરી ચાલુ છે અને મોટી સંખ્યામાં ફોર્મ શીટનો જથ્થો પણ પડ્યો છે. આ વાયરલ વીડિયો અઠવાડિયા પહેલાનો હોવાનું જાણવા મળ્યું છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube