રાજકોટ : દુષ્કર્મ બાદ આરોપીએ બાળકીને કહ્યું, ‘હું તને રોજ આઈસ્ક્રીમ આપીશ, આપણે રોજ અહીં મળીશું’
રાજકોટ (Rajkot) નો બહુચર્ચિત એવો બાળકીના અપહરણ (Kidnapping) અને દુષ્કર્મ (girl rape)ના કેસમાં પોલીસ ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. લિફ્ટ આપવાના બહાને બાળકીને લઈને ભાગી જનાર અને તેની સાથે દુષ્કર્મ કરનાર આરોપી બાબુ બાંભવા આખરે પકડાયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ભૂતકાળમા તે બાઈક ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂક્યો છે.
રાજકોટ :રાજકોટ (Rajkot) નો બહુચર્ચિત એવો બાળકીના અપહરણ (Kidnapping) અને દુષ્કર્મ (girl rape)ના કેસમાં પોલીસ ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને પકડી પાડ્યો છે. લિફ્ટ આપવાના બહાને બાળકીને લઈને ભાગી જનાર અને તેની સાથે દુષ્કર્મ કરનાર આરોપી બાબુ બાંભવા આખરે પકડાયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ભૂતકાળમા તે બાઈક ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂક્યો છે.
રાજકોટમાં અપહરણનો કિસ્સો : દાદી-ભાઈને બાઈક પર નીચે ઉતારીને ચાલક 8 વર્ષની બાળાને લઈને ભાગી ગયો
ઝાડીમાં ફસાયેલ બાઈક છોડીને ભાગ્યો હતો આરોપી
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ઘટનાની જાણ થતા જ અમે શહેરમાં કડક નાકાબંધી કરાવી હતી. આસપાસના ગામમાં પણ નાકાબંધી માટે સૂચના આપી દીધી હતી. અમારી અધિકારીઓની ટીમ અલગ અલગ જગ્યાએ સર્ચ માટે પહોંચી હતી. ત્યારે પોલીસને આરોપીની મોટર સાઈકલ એક ઝાડમાં ફસાયેલી હતી. બાઈકની જે સ્થિતિ હતી, તે જોતા લાગ્યું હતું કે આરોપી તેને બાહર કાઢી શક્યો ન હતો. તેથી જ તેને ત્યાં મૂકીને ફરાર થઈ ગયો હતો. આરોપીનો ફોન મોડી સાંજ બાદ બંધ હતો. અથવા તો ગુનો આચર્યા બાદ તેણે બંધ રાખ્યો હશે તેવું માનવુ છે. મોટર સાઈકલ મળ્યા બાદ ગાડી દ્વારા મૂળ માલિક સુધી પહોંચ્યા હતા. આમ, ગુનાને ઉકેલવામાં સફળતા મળી. તેમણે કહ્યું કે, આરોપીએ સવારે મોબાઈલ ચાલુ કર્યો, ત્યારે બે-ત્રણ અલગ અલગ લોકેશન મળ્યા હતા. તે આ દરમિયાન કેટલાક લોકોને પણ મળ્યો હતો, ત્યારે પોલીસે એ તમામ લોકો પાસેથી તેની બાતમી મેળવી હતી. અમે ડોગ સ્કોડથી પણ સઘન ચેકિંગ કર્યું હતું. આરોપીએ કબૂલ્યું હતું કે તે ‘હું તને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જઉં છું’ એવું કહીને બાળકીને લઈ ગયો હતો.
આ Videoમાં દેખાતા 4 યુવકોને શોધી આપનારાને વનવિભાગ આપશે 25 હજાર રૂપિયા
આજથી ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય થઈ, જુઓ કઈ તારીખથી કડકડતી ઠંડીનો અહેસાસ થશે
આરોપીએ બાળકીને કહ્યું, આપણે અહી રોજ મળીશું
બાળકીએ પોલીસ સાથેની વાતચીતમાં જે કહ્યું તે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. નરાધમ આરોપી બાળકીને જંગલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સામે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાંથી તે બાળકીને બાઈક પર બેસાડીને પરત આવવા નીકળ્યો હતો, તો ઝાડીમાં બાઈક ફસાઈ ગયું. બહુ મહેનત કરવા છતા પણ બાઈક ન નીકળતા આરોપીએ બાળકીને કહ્યું કે, તું રોડ પર જા, ત્યાંથી રીક્ષા કરીને ઘરે જતી રહે. હું તને રોજ આઈસ્ક્રીમ લઈ આપીશ. આપણે રોજ અહીં મળીશું. આમ, તે ત્યાંથી ભાગી ગયો હતો. માંડમાંડ અંધારુ પાર કરીને રોડ પર પહોંચેલી બાળકી પર એક કારચાલકની નજર પડી હતી. કારમાં સવાર કપલ બાળકીને તેના ઘેર લઈ ગયું હતું.
શું બન્યું હતું...
ગઈકાલે શરદપૂનમના ગરબા હોઈ એક બાળકી તેના દાદી અને નાના ભાઈ સાથે મોડી સાંજે ગરબા રમવા ગઈ હતી. ગરબાથી પરત ફરતા સમયે પસાર થઈ રહેલા બાઈક ચાલક પાસેથી દાદીએ લિફ્ટ માંગી હતી. બાઈક સવારે ત્રણેયને બાઈક પર બેસાડ્યો હતો. તેણે આગળ જઈને દાદી અને ભાઈને બાઈક પરથી નીચે ઉતાર્યા હતા, પરંતુ બાળકી ઉતરે તે પહેલા જ તેણે બાઈક ભગાવ્યું હતું. ત્યારે આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, પોલીસે ગણતરીની મિનીટોમાં નાકાબંધી કરી હતી. આગળ એક યુગલને બાળકી મળી આવી હતી, અને તેઓએ બાળકીને હેમખેમ ઘરે પહોંચાડી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :