રાજકોટમાં જીવતા બોંબ જેવી યુવતી યુવતી હોમ કોરોન્ટાઇનમાંથી ફરાર અને પછી...
આ યુવતીને રાજકોટના અમીન માર્ગ પર આવેલ કિંગ્સ હાઇટ્સના ઘરે હોમ કોરોન્ટાઇન કરવામાં આવી હતી.
રક્ષિત પંડ્યા, રાજકોટ : રાજકોટમાં શિકાગોથી આવેલ યુવતી હોમ કોરોન્ટાઇનમાંથી ફરાર થઈ ગઈ હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ યુવતીને રાજકોટના અમીન માર્ગ પર આવેલ કિંગ્સ હાઇટ્સના ઘરે હોમ કોરોન્ટાઇન કરવામાં આવી હતી. આ મામલે પોલીસને તપાસ સોંપવામાં આવી છે. હાલમાં તો આ યુવતી સામે માલવીયાનગરમાં IPC 269, 270, 271 અને 188 તેમજ એપિડેમીક ડિસીઝ એક્ટ 1897ની કલમ 3 હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાતમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયેલો છે જેને કારણે ગુજરાતમાં 48 પોઝિટિસ કેસ સામે આવ્યાં છે. ગઈકાલે સાંજે રાજકોટમાં પોઝિટિસ કેસ સામે આવ્યાં હતાં. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં 3 લોકોનાં મોત નિપજ્યાં છે.
કોરોના વાયરસના અમદાવાદમાં 15, રાજકોટમાં 8, વડોદરામાં 9, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર અને કચ્છમાં કોરોના વાયરસનો એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો 48 થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube