ગૌરવ દવે/રાજકોટ: ગીતા જયંતીના દિવસે ધોરણ 6થી 12ના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ રાજકોટમાં ગીતાનું અધ્યયન કરાવતી ગીતા વિદ્યાલયમાં હવે વિદ્યાર્થીઓની સાથે-સાથે માતા-પિતા પણ પ્રવેશ લઈ રહ્યા છે. પાઠશાળામાં વિદ્યાર્થી અને માતા-પિતા ગીતાનું અધ્યયન કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભર ઉનાળે ચોમાસું: 2 દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં છોતરા કાઢશે વરસાદ, નવી આગાહીથી ફફડાટ!


રાજકોટમાં ગીતાનું અધ્યયન કરાવતી જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી ગીતા વિદ્યાલયમાં હવે વિદ્યાર્થીઓની સાથે-સાથે માતા-પિતા પણ પ્રવેશ લઈ રહ્યા છે. પાઠશાળામાં વિદ્યાર્થી અને માતા-પિતા ગીતાનું અધ્યયન કરે છે. શ્લોકનું શુદ્ધ ઉચ્ચારણ પણ શીખી રહ્યા છે. આ સિવાય જે ભગવદ્ ગીતાનું અધ્યયન કરાવતા હોય તેવા શિક્ષકોની ડિમાન્ડમાં પણ વધારો થયો હોવાનું ગીતા વિદ્યાલયના સંચાલક ડો.કૃષ્ણકુમાર મહેતા જણાવે છે. 


રૂપાલાએ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવી દીધી, પ્રદેશના નિર્ણયો સામે ભાજપમાં કકળાટ


એક અંદાજ મુજબ નવો પ્રવેશ લેનારાની સંખ્યામાં 3 ગણો વધારો થયો છે. વધુમાં તેના જણાવ્યાનુસાર જાન્યુઆરી 2024થી લઈને અત્યાર સુધીમાં ગીતા વિદ્યાલયમાં નવો પ્રવેશ લેનારની સંખ્યા અંદાજિત 75એ પહોંચી છે. તેમજ અત્યારે વેકેશન શરૂ થતા હજુ નવા પ્રવેશ થઈ રહ્યા છે. અહીં ગીતાજી અધ્યયન માટે ગીતા અભ્યાસ માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. વિદ્યાર્થીઓ ગીતા અધ્યયન તરફ વળે અને તેને શ્લોક યાદ રહે તે માટે શ્લોકની સ્પર્ધા રાખવામાં આવે છે. 


Election 2024: વાઘાણીએ કોને ગણાવ્યા બબૂચક, ભાજપના નેતાઓએ બફાટમાં PHD કરી લીધી


અહીં ભગવદ્ ગીતાનો અભ્યાસ કરાવ્યા બાદ તેનું પઠન પણ કરાવવામાં આવે છે. સામાન્ય રીતે પહેલાં એવું થતું હતું કે, માત્ર સ્વજનોની મૃત્યુ તિથિએ અથવા તો માઠા પ્રસંગોએ ભાગવત ગીતાનું પુસ્તક ભેટમાં આપવામાં આવતું હતું, પરંતુ હવે તો લગ્નપ્રસંગ તેમજ જન્મ દિવસની ઉજવણીમાં, નામકરણ પ્રસંગે પણ ભગવદ્ ગીતા ભેટમાં આપવાનું ચલણ વધ્યું છે. ગીતા અધ્યયન માટેના નિ:શુલ્ક વર્ગ ચાલતા હોવાને કારણે સાંજે વડીલો મોટી સંખ્યામાં જોડાઈ છે અને તેઓ ગીતાનું અધ્યયન કરી સત્સંગ કરે છે. સંસ્થા દ્વારા છેલ્લા 59 વર્ષથી પાઠશાળા ચલાવવામાં આવે છે. બાળકોની સાથે જ માતા-પિતા પણ ભગવત ગીતાના પાઠ શિખવા ગીતા વિદ્યાલય મંદિરમાં પ્રવેશ મેળવે છે અને સંસ્કૃતમાં પાઠ શીખે છે.


મહેંદી મૂકી-મીંઢોળ બાંધ્યા પછી યુવતી પહોંચી વર્ગખંડમાં! સંસારની પરીક્ષા પહેલા ભણતરની...


ગીતા વિદ્યાલય મંદિર સંસ્થાની દીવાલોમાં ગીતાનો સાર કંડારવામાં આવ્યો છે. અહીં દર્શન માટે આવતા દર્શનાર્થીઓ અને મુલાકાતીઓ પણ મુલાકાત દરમિયાન ગીતા અધ્યયન કરી શકે તે માટે ગુજરાતી ભાષામાં અહીંની દીવાલોમાં ગીતાના તમામ શ્લોક કંડારવામાં આવ્યા છે.