ઝી ન્યૂઝ/રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેના ભાગરૂપે સીઆર પાટીલ વિવિધ જિલ્લા અને શહેરોમાં વન ડે વન ડિસ્ટ્રિકર કાર્યક્રમ યોજી રહ્યા છે. આજે રાજકોટના ગોંડલમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું ભવ્ય સ્વાગત કરાયું છે. પાટિલે અહીં શક્તિ પ્રદર્શન કર્યું હતું. જેમાં 50 હજારથી વધુની વિશાળ જનમેદની ભેગી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE:
- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ગોંડલ પહોંચ્યા...
- સી.આર. પાટીલની બાઈક રેલી શરૂ 
- ખુલ્લી જીપમાં સી.આર પાટીલ બેસી રેલીમાં જોડાયા.


ગોંડલમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે એક જંગી સભા સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આઝાદી પછી પ્રથમ વખત આદિવાસી સમાજમાંથી દ્રૌપદી મુર્મુને સ્થાન મળ્યું છે. પીએમ મોદીના કારણે જ 200 કરોડ લોકોને દેશમાં વેકસીન આપવામાં આવી છે.


તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ એક વખત નેશનલ પાર્ટી હતી. હવે તે માત્ર રાજસ્થાન પૂરતી જ પાર્ટી રહી છે. સાઉથની દરેક પાર્ટીઓ પણ હવે પ્રાદેશિક પાર્ટીઓ બની ગઈ છે. આ દેશની જો કોઈ ચિંતા કરશે તો માત્ર ભારતીય જનતા પાર્ટી જ કરશે. આ દેશને આગળ લઈ જવા માટે તમારે જ મહેનત કરવી પડશે. ડિસેમ્બર 2022 સુધી હાથમાં તેલ રાખી જગતા રહેજો. અમુક લોકો શ્રીલંકા જેવી સ્થિતિમાં આ દેશને ધકેલવા માંગે છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી ઉપર પણ કટાક્ષ કર્યો હતો.


મહત્વનું છે કે, ભાજપે રાજ્યમાં 150થી વધુ સીટો મેળવવા માટે નાનામા નાના માણસનો પણ સંપર્ક થઈ શકે તેના માટે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. તેના ભાગરૂપે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાં વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરી રહ્યા છે. જે અંતર્ગત આજે પાટિલનો પ્રવાસ રાજકોટમાં યોજાયો છે. ગોડલ વિધાનસભાની બેઠક પર સીઆર પાટિલ શક્તિ પ્રદર્શન કરશે. આજે ગોંડલમાં સાંજે વિશાળ  બાઈક રેલી સાથે પાટિલનું સ્વાગત કરવામાં આવ્યું છે. રેલી બાદ ગોંડલ યાર્ડમાં કાર્યકરોને સીઆર પાટિલ સંબોધન કરશે. 


મહત્વનું છે કે, 22 જુલાઈએ રાજકોટ શહેરમાં સી.આર.પાટિલ વિવિધ કાર્યક્રમો કરશે.


આ રહેશે બાઈક રેલીનો રૂટ
બાઈક રેલી વછેરાના વાડાથી શરૂ થશે. ત્યારબાદ બસ સ્ટેન્ડ ચોક, ગુંદાળા ફાટક, ગુંદાળા ચોકડી થઈ નવા માર્કેટ યાર્ડ ખાતે પહોંચીને પેજ સમિતિ સંમેલન સંબોધન કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube