ગોંડલ સીટ પર બે બાહુબલીઓની લડાઇ, રીબડા જુથના મુખ્ય ટેકેદાર કહ્યું `જો હું જીતાડું નહિ તો માંડવી ચોકમાં...`
રાજકોટ- ગોડલ વિધાનસભા સીટ પર બે બાહુબલીઓની લડાઈ ખુલીને સામે આવી છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કરેલા આક્ષેપોની સામે રીબડા જુથ પણ મેદાને આવ્યું છે.
રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પાર્ટીઓ વચ્ચે કલેશ વિશે તો સાંભળ્યું હશે, પરંતુ એક જ પાર્ટીમાં એક જ સીટ પર બે બાહુબલીઓની લડાઈ ભાગ્યે જ સાંભળી હશે. હાલ આવો જ એક કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો છે. રાજકોટ- ગોડલ વિધાનસભા સીટ પર બે બાહુબલીઓની લડાઈ ખુલીને સામે આવી છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કરેલા આક્ષેપોની સામે રીબડા જુથ પણ મેદાને આવ્યું છે.
જયરાજસિંહે કરેલા એક એક આક્ષેપોના જવાબ રીબડા જુથ દ્વારા આપવામાં આવ્યા છે. ત્યારે રીબડા જુથના મુખ્ય ટેકેદાર જયંતિ ઢોલનું એક નિવેદન ચર્ચાનું વિષય બન્યું છે. રીબડા જુથના મુખ્ય ટેકેદાર જયંતિ ઢોલે જણાવ્યું કે, જયરાજસિંહ જાડેજાના પરિવાર સિવાય કોઇપણને ટિકીટ મળવી જોઇએ. ગોંડલ વિધાનસભા બેઠક રીબડા પંથકના ગ્રામ્ય વિસ્તારોની લીડના કારણે જીતે છે, અમે પાર્ટીમાં રજૂઆત કરીશું કે જયરાજસિંહના પરિવાર સિવાય કોઇપણને ટિકીટ મળવી જોઇએ. જો જયરાજ સિંહ તેમજ તેમના પરિવાર સિવાયના લોકોને ટિકિટ આપવામાં આવશે તો તેને જીતાડવાની જવાબદારી મારી રહેશે. એટલું જ નહીં, જો અન્ય વ્યક્તિને ટિકીટ મળી અને તેણે ના જીતાડી શકું તો માંડવી ચોકમાં આત્મહત્યા કરી લઇશ.
રીબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોનું નિવેદન
રીબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, અમારી પર રીબડા પરિવારનું કોઇ દબાણ નથી. રીબડા પરિવારને કારણે અમારી ઇન્ડસ્ટ્રીઝ સુરક્ષિત છે. જમીન વેચાણમાં પણ કોઇ દલાલી કે કંઇ આપવું પડ્યુ નથી.
રીબડા જુથના મુખ્ય ટેકેદાર જયંતિ ઢોલનું મહત્વનું નિવેદન
રાજકોટની ગોંડલ વિધાનસભા બેઠક પર બે બાહુબલીઓની લડાઇ છે.પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રીબડા ગ્રુપ પર કરેલા આક્ષેપોને લઇને રીબડા જુથ સામે આવ્યું છે.ગોંડલના સહકારી આગેવાન અને ભાજપના નેતા જયંતિ ઢોલે પડકાર ફેંકતા કહ્યું હતું કે, જયંતિ ઢોલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જ્યાં ભાજપને પોતાના ગામમાં કોઈ ઘૂસવા નહોતું દેતું, ત્યાં જઈ મેં ભાજપનો પ્રચાર પ્રસાર કર્યો છે. ગોંડલ વિધાનસભા બેઠક પર જયરાજસિંહ અને તેના પરિવારના કોઇપણ સભ્યને ટિકીટ મળવી ન જોઇએ. અમે પણ ૪૦ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છીએ. પાર્ટી જયરાજસિંહ પરિવાર સિવાય કોઇપણને ટિકીટ આપે તેમની જવાબદારી અમારી છે. જો હું જીતાડી ન શકું તો ગોંડલના માંડવી ચોકમાં જાહેરમાં આપઘાત કરી લઇશ. જયંતિ ઢોલે વધુમાં કહ્યું હતું કે ગોંડલ વિધાનસભા બેઠક પર રીબડા પંથકના મતને કારણે ભાજપને જીત મળે છે જેથી પાર્ટી આ બાબતે વિચાર કરે તે જરૂરી છે.
રીબડા ઔધોગિક વિસ્તારોને લઇને કરેલા આક્ષેપોને ફગાવ્યા
રીબડા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રીબડા ઔધોગિક એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.જેઓએ કહ્યું હતું કે રીબડામાં અનેક ઔધોગિક વસાહતો આવેલી છે,જેમાં મહિપતસિંહ જાડેજા પરિવાર દ્રારા કોઇપણ પ્રકારની કનડગત કરવામાં આવતી નથી પરંતુ રક્ષણ આપવામાં આવે છે.રીબડાના ખેડૂતો દ્રારા પણ કહેવામાં આવ્યું કે મહિપતસિંહ જાડેજા પરિવારને કારણે જ આ જમીનના ભાવ વધી રહ્યા છે.
રીબડા જુથ દ્રારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેઓ ભાજપ સાથે છે અને ભાજપ સાથે જ રહેશે અને ભાજપ જયરાજસિંહ સિવાય કોઇપણને ટિકીટ મળે તેવી માંગ કરી છે.
અનિરુદ્ધ સિંહ જાડેજાનું નિવેદન
બીજી બાજુ અનિરુદ્ધ સિંહ જાડેજા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ભાજપમાંથી ટિકિટ મળશે તો જ લડીશું. ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ ટિકિટ આપશે તો લડશું નહિ.
તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ જયરાજ સિંહ જાડેજાના પરિવારને ટિકિટ આપશે તો પણ અમે ભાજપ માટે જે કામ કરીશું પણ સૌરાષ્ટ્ર માટે, પરંતુ ગોંડલ માટે કામ કરશે કે કેમ તે મુદ્દે કોઈ સ્પષ્ટતા નહિ. મે અનિરુદ્ધ સિંહ જાડેજાના પુત્ર રાજદીપ સિંહ જાડેજા અને જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન સહદેવ સિંહ જાડેજાને ટિકિટ મળે તેવી પાર્ટીમાં વાત કરી છે.